કોંગ્રેસના આ નેતાએ નોંધાવી લોકસભા ચૂંટણીના ઈતિહાસની સૌથી મોટી જીત, ભાજપના દિગ્ગજોએ પણ બનાવ્યો રેકોર્ડ
Image Source: Twitter
Highest Lok Sabha Elections victory: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર રકીબુલ હુસૈને ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી છે. રકીબુલે AIUDF દિગ્ગજ નેતા બદરુદ્દીન અજમલને 1012476 મતોથી હરાવ્યા છે. રકીબુલ હુસૈનને 1471885 અને બદરુદ્દીન અજમલને 459409 વોટ મળ્યા હતા. આમ ધુબરી બેઠકે પોતાના સાંસદને ભારતમાં સૌથી મોટી જીત અપાવીને સંસદમાં મોકલ્યા છે. લોકશાહીમાં એક મતની હાર પણ હાર હોય છે. એક મતનું મૂલ્ય માત્ર એ જ નેતા સમજી શકે છે જેણે માત્ર એક મતથી હાર્યા બાદ કંઈક મોટું ગુમાવ્યું હોય.
લોકસભા ચૂંટણીના પરિણામો મોડી સાંજ સુધી અપડેટ કરવામાં આવ્યા હતા. આ પહેલા ઈન્દોરથી ભાજપના ઉમેદવાર શંકર લાલવાણીના નામે આ રેકોર્ડ બની રહ્યો હોય તેમ નજર આવી રહ્યું હતું. અંતે સૌથી મોટી જીત ધુબરી બેઠક પર નોંધાઈ. ઈન્દોર લોકસભા બેઠકની તાજેતરની સ્થિતિની વાત કરીએ તો એમપીની આ બેઠકના પરિણામો જાહેર થઈ રહ્યા હતા ત્યારે અહીંથી ભાજપના ઉમેદવાર શંકર લાલવાણીની લીડ એટલી વધારે હતી કે એવું લાગી રહ્યું હતું કે શંકર લાલવાણીની જીત સૌથી મોટી હોઈ શકે છે. બીજી તરફ આસામની ધુબરી બેઠક પર પણ રેકોર્ડ મતદાન થયું હતું. ત્યાં પણ મોડે સુધી મતગણતરી ચાલી હતી. અહીં પણ રોમાંચક મુકાબલો થયો. જો કે, જ્યારે પરિણામનું મીટર બંધ થયું ત્યારે ધુબરી ઉમેદવારની જીત સૌથી મોટી જીત બની અને પરિણામો અપડેટ થયા અને ચૂંટણી પંચની સાઈટ પર અપલોડ થયા બાદ ઈન્દોરની જીત લોકસભા ચૂંટણી 2024ની બીજી સૌથી મોટી જીત બની.
NOTAએ પણ રચ્યો ઈતિહાસ
ઈન્દોરમાં NOTAએ પણ પોતાની તાકાતનો પરચો બતાવ્યો છે. આ પહેલી વખત હતું જ્યારે NOTAને 2.18 લાખથી વધુ મત મળ્યા હતા. આપને જણાવી દઈએ કે આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. 25 લાખથી વધુ મતદારો ધરાવતી ઈન્દોર લોકસભા બેઠકમાં 8 વિધાનસભા બેઠકો સામેલ છે.
Lok Sabha Election results 2024 largest victory: દેશની પાંચ સૌથી મોટી જીત
ઉમેદવાર |
લોકસભા બેઠક |
પાર્ટી |
મળેલા મત |
જીતનું અંતર |
રકીબુલ હુસૈન |
ધુબરી |
કોંગ્રેસ |
1471885 |
1012476 |
શંકર લાલવાણી |
ઈન્દોર |
ભાજપ |
1226751
|
1008077 |
શિવરાજ સિંહ ચૌહાણ |
વિદશા |
ભાજપ |
1116460 |
821408 |
સી.આર. પાટિલ |
નવસારી |
ભાજપ |
1031065 |
773551 |
અમિત શાહ |
ગાંધીનગર |
ભાજપ |
1010972 |
744716 |