છત્તીસગઢમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસ ચૂંટણી પ્રચાર કરશે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
છત્તીસગઢમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસ ચૂંટણી પ્રચાર કરશે 1 - image


- રાજ્યની 90 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે 68 બેઠકો જીતી હતી

- રાજ્યની ભૂપેશ બધેલ કેબિનેટમાં એક માત્ર મુસ્લિમ મંત્રી મોહમ્મદ અકબર અંગે આસામના મુ.મં. બિસ્વાએ કરેલી ટીકાને લીધે ચૂંટણી પંચે નોટીસ ફટકારી

નવી દિલ્હી : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરીષ્ટ નેતા રાહુલ ગાંધી આગામી દિવસોમાં છત્તીસગઢની મુલાકાતે જવાના છે. વાસ્તવમાં નકસલવાદી હુમલાઓથી ત્રસ્ત તેવાં આ રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજવું પડે તેમ છે. પહેલા તબક્કામાં તા. ૭મી નવેમ્બરે ૨૦ બેઠકો માટે મતદાન થશે. બાકીની ૭૦ સીટ માટે ૧૭ નવેમ્બરે મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ તો દેશના અન્ય ૪ રાજ્યોમાં જેમ ૩જી ડિસેમ્બરે પરિણામો જાહેર થવાનાં છે. તે રીતે જ છત્તીસગઢમાં પણ ૩જી ડિસેમ્બરે પરિણામ જાહેર થવાનાં છે.

આ વિધાનસભા ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ સામ સામે છે. માથા દીઠ આવકમાં દેશમાં સૌથી નીચાં ક્રમે રહેવું આ રાજ્ય સૌથી ગરીબ રાજ્ય માનવામાં આવે છે, જે હકીકત પણ છે. રાજ્યમાં આ વખતે ભાજપે તેવી તમામ તાકાત પણ લગાડી દેતાં કોંગ્રેસ વિવિધ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની રહ્યા છે. અને પોતાના વ્યાપમાં રહેલું આ રાજ્ય પોતાના કબ્જામાં જ રાખવા આતુર છે. કારણ કે આ સિવાય માત્ર અન્ય ૩ રાજ્યો, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને કર્ણાટક જ કોંગ્રેસના હાથમાં છે.

આ પરિસ્થિતિમાં કોંગ્રેસના રાહુલ ગાંધી તા. ૨૮, ૨૯ ઓક્ટોબરે રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં જોડાઈ જવાના છે. ૨૮ ઓક્ટોબરે તેઓ કાંકેટ, રાજનંદગાંવ અને ભાનુપ્રતાપપુરમાં ચૂંટણી સભાઓને સંબોધશે. તેમ કોંગ્રેસની યાદી જણાવે છે. ૨૯મીએ કાવર્ધામા ચૂંટણી સભાને સંબોધશે. અહીંની એસ.ટી.અનામતની બેઠક ઉપરથી કોંગ્રેસના શંકર ધુ્રવ ઊભા રહેવાના છે.

ભાનુપ્રતાપપુરની પણ એસ.ટી.બેઠક છે. ત્યાંથી કોંગ્રેસનાં સાવિત્રી માંડવી ઊભાં રહ્યાં છે. જ્યારે ભૂપેશ બધેલ કેબિનેટના એક માત્ર મુસ્લીમ મંત્રી મોહમ્મદ અકબરને કોંગ્રેસ મેદાનમાં ઉતાર્યા છે. તેઓ અંગે પોતાનાં પ્રવચનમાં અયોગ્ય ટીકા કરતાં ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ વાંધાજનક ટીકા કરતાં કહ્યું હતું કે પહેલાં તો દેશમાં એક જ અકબર હતો હવે તો ઘણાં અકબરો ઊભા થયા છે. આ ટીકા સાંપ્રદાયિક ટીકા સમાન લાગતાં હિમંતા બિસ્વાને ચૂંટણી પંચે કારણદર્શક નોટિસ ફટકારી છે જે ઉલ્લેખનીય છે.


Google NewsGoogle News