VIDEO : 'હું એન્ટી બિઝનેસ નહીં પરંતુ એન્ટી મોનોપૉલી છું', રાહુલ ગાંધીએ કરી સ્પષ્ટતા
Congress Leader Rahul Gandhi News : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરૂવારે કહ્યું કે, ભાજપ દ્વારા તેમને એન્ટી-બિઝનેસ તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે, જ્યારે તેમનું હકિકતમાં વલણ એન્ટી-મોનોપૉલી અને એન્ટી-ઓલિગોપૉલી છે. તેમણે એ પણ દાવો કર્યો છે કે તેમના દ્વારા લખાયેલા એક લેખના પ્રકાશિત થયા બાદ કેટલાક ફેયર પ્લે વ્યવસાયોએ જણાવ્યું છે કે, એક વરિષ્ઠ મંત્રી તેમને ફોન કરીને વડાપ્રધાન મોદી અને તેમની સરકારની યોજનાઓ અંગે સોશિયલ મીડિયા પર સારા શબ્દો કહેવા માટે પ્રેશર બનાવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ લખ્યો હતો લેખ
રાહુલ ગાંધીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં એક લેખ લખ્યો હતો. આ લેખમાં તેમણે કહ્યું હતું કે, 'બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 150 વર્ષ પહેલા પોતાના સંચાલનને સમાપ્ત કરી દીધું હતું, પરંતુ જે ડર તે સમયે પેદા થયો હતો તે હવે ફરીથી આવ્યો છે. હવે એક નવી પ્રકારના મોનોપોલિસ્ટે તેની જગ્યા લઈ લીધી છે.'
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ ગુરૂવારે 'X' પર એક વીડિયો પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે, 'હું પોતાની વાત સ્પષ્ટ કરવા માગુ છું, મને ભાજપે એન્ટી-બિઝનેસ તરીકે રજૂ કર્યો છે, પરંતુ હું બિલકુલ પણ એન્ટી-બિઝનેસ નથી, હું એન્ટી-મોનોપૉલી છું, હું એન્ટી-ઑલિગોપૉલી છું, અને હું એક કે બે કે પાંચ લોકો દ્વારા વેપારના પ્રભુત્વની વિરૂદ્ધ છું.'
આ પણ વાંચો : સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા, અમેરિકન પ્રમુખ તરીકે ટ્રમ્પની જીત પણ છે એક કારણ
તેમણે વધુમાં કહ્યું કે, 'મેં પોતાનું કરિયર એક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે શરૂ કર્યું હતું અને હું જાણું છું કે એક બિઝનેસને સફળ બનાવવા માટે કઈ વસ્તુઓની જરૂરિયાત હોય છે. એટલા માટે હું ફરીથી કહેવા માગુ છું કે હું એન્ટી-બિઝનેસ નથી, હું એન્ટી-મોનોપૉલી છું.'
રાહુલ ગાંધીએ એ પણ દાવો કર્યો કે, 'આજે એક નવો મોનોપોલી વર્ગ ઉભર્યો છે, જે અપાર સંપત્તિ જમા કરી રહ્યો છે, જ્યારે ભારત પહેલાથી ઘણું વધારે અસમાન અને અન્યાયપૂર્ણ બની ગયું છે.'
ભાજપે લગાવ્યા આ આરોપ
ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. ભાજપે કહ્યું કે, 'રાહુલ ગાંધીના આરોપ પાયાવિહોણા છે અને તેમણે મોદી સરકારની આર્થિક નીતિઓ પર કોમેન્ટ કરતા પહેલા અનેક કંપનીઓના અભિપ્રાય લેવા જોઈએ.'