Get The App

'રાહુલ ગાંધીએ રાયબરેલીને બદલે રાવલપિંડીથી ચૂંટણી લડવી જોઈએ', પૂર્વ કોંગ્રેસીનું ચોંકાવનારું નિવેદન

Updated: May 4th, 2024


Google NewsGoogle News
'રાહુલ ગાંધીએ રાયબરેલીને બદલે રાવલપિંડીથી ચૂંટણી લડવી જોઈએ', પૂર્વ કોંગ્રેસીનું ચોંકાવનારું નિવેદન 1 - image


Lok Sabha Elections 2024: કોંગ્રેસ (congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ રાયબરેલી લોકસભા બેઠકથી શુક્રવારે (ત્રીજી મે) ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા નેતા અને કલ્કિ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ (Acharya Pramod Krishnam)એ રાહુલ ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના નિર્ણય પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'રાહુલ ગાંધીએ રાયબરેલીને બદલે રાવલપિંડીથી ચૂંટણી લડવી જોઈએ, કારણ કે પાકિસ્તાનમાં તેમની લોકપ્રિયતા અને માગ વધી રહી છે.'

કોંગ્રેસ ફરી બે ભાગમાં વહેચાઈ જશે: આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, 'જે રીતે રાહુલ ગાંધી અમેઠી છોડીને ગયા છે, તેનાથી કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ ઘટી ગયું છે. પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહી નથી, તે હવે તેમના સમર્થકોના હૃદયમાં જ્વાળામુખીનું રૂપ લઈ રહી છે જે ચોથી જૂન પછી ફૂટશે. કોંગ્રેસ ફરી બે ભાગમાં વહેચાઈ જશે. એક રાહુલ ગાંધીનો હશે, જ્યારે બીજો પ્રિયંકા ગાંધીનો હશે. મને લાગે છે કે રાહુલ ગાંધીએ રાયબરેલીને બદલે રાવલપિંડીથી ચૂંટણી લડવી જોઈએ, કારણ કે પાકિસ્તાનમાં તેમની લોકપ્રિયતા અને માગ વધી રહી છે.'

કિશોરી લાલ શર્મા અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. લોકસભા ચૂંટણી  2019માં રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હાર્યા હતા, પરંતુ અન્ય વાયનાડ બેઠક પર જીત મેળવી હતી. આ વખતે પણ એવી અટકળો હતી કે ગાંધી પરિવાર અમેઠી અને રાયબરેલી બંને બેઠકો પરથી ચૂંટણી લડશે, પરંતુ વાયનાડ સિવાય પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કિશોરી લાલ શર્માને અમેઠી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જો કે, પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યા નથી.

આ પણ વાંચો: અમેઠીમાં કોંગ્રેસના કે.એલ. શર્મા આપશે સ્મૃતિ ઈરાનીને ટક્કર, જાણો આ નિર્ણયનું રાજકીય ગણિત


Google NewsGoogle News