Get The App

'ભાજપ ફક્ત ધ્યાન ભટકાવવાની જ રાજનીતિ કરે છે', આગામી ચૂંટણી અંગે રાહુલ ગાંધીએ કર્યા મોટા દાવા

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં જીતી રહ્યા છીએ, રાજસ્થાનમાં પણ જીતની નજીક

તેમણે કહ્યું કે ભાજપ મુખ્ય મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવીને જ ચૂંટણી જીતવાના પ્રયાસો કરે છે

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
'ભાજપ ફક્ત ધ્યાન ભટકાવવાની જ રાજનીતિ કરે છે', આગામી ચૂંટણી અંગે રાહુલ ગાંધીએ કર્યા મોટા દાવા 1 - image

કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ આગામી ચૂંટણીને લઈને મોટા દાવા કર્યા છે. આ સાથે જ તેમણે ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અમે કર્ણાટક (Karnataka) માં ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ શીખ્યા છે. બોધપાઠ એ હતો કે ભાજપ ધ્યાન ભટકાવીને ચૂંટણી જીતે છે.  રાહુલ દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.  આ દરમિયાન તેમણે મહિલા અનામત બિલ (Women Reservation Bill) નો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે સરકારની ઈચ્છા હોય તો તે આજથી જ લાગુ થઈ શકે છે પરંતુ ભાજપ એવું ઈચ્છતો નથી. 

કર્ણાટકથી અમે શીખ્યાં 

રાહુલ ગાંધીએ કહ્યું, 'અમે કર્ણાટકમાં ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ શીખ્યા. બોધપાઠ એ હતો કે ભાજપ ધ્યાન ભટકાવીને ચૂંટણી જીતે છે અને અમને અમારો પક્ષ રજૂ કરવા દેતો નથી. અમે કર્ણાટકમાં પણ આ જ રણનીતિ અપનાવી હતી. અમે તેમની જેમ ચૂંટણી લડ્યા હતા. અમે તેમને પોતાનો પક્ષ રજૂ કરવાનો સમય પણ આપ્યો ન હતો.

રાહુલે કર્યો બિધુરીનો ઉલ્લેખ 

કોંગ્રેસ નેતાએ કહ્યું કે આજે તમે જે જોઈ રહ્યા છો, બિધુરી અને પછી અચાનક આ નિશિકાંત દુબે, આ બધું ભાજપ દ્વારા જાતિ ગણતરીના વિચાર પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે ભારતમાં વિરોધ પક્ષોના ગઠબંધનની પણ વાત કરી. તેમણે કહ્યું કે ભારતના કોઈપણ ઉદ્યોગપતિને પૂછો કે જો તે કોઈપણ વિપક્ષી પાર્ટીને સમર્થન આપે તો તેનું શું થાય છે.

રાહુલે કર્યા આક્રમક પ્રહાર 

તેમણે કહ્યું કે હવે અમે કોઈ રાજકીય પક્ષ સામે લડી રહ્યા નથી, અમે ભારતના વિચારને બચાવવા માટે લડી રહ્યા છીએ અને તેથી અમે પોતાનું નામ ઈન્ડિયા (INDIA Alliance) રાખ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'અત્યારે કદાચ અમે તેલંગાણામાં જીતી રહ્યા છીએ. અમે મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ચોક્કસપણે જીતી રહ્યા છીએ. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ અમે જીતની ખૂબ નજીક છીએ. "અમને લાગે છે કે અમે જીતી શકીશું.  'વન નેશન, વન ઈલેક્શન' પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, 'આ બીજેપીની વિચલિત કરવાની રણનીતિઓમાંથી એક છે. ભારતમાં મુખ્ય મુદ્દાઓ જેમ કે  બેરોજગારી અને નીચલી જાતિ, OBC અને આદિવાસી સમુદાયો પ્રત્યે ઘોર અન્યાય થયો છે. તેના પરથી સતત ધ્યાન હટાવવાના પ્રયાસ થયા છે. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News