રાહુલ ગાંધીને મળશે એવોર્ડ, જાણો કયા પુરસ્કારથી નવાજવામાં આવશે કોંગ્રેસના દિગ્ગજ નેતા
Rahul Gandhi Award : રાયબરેલીના કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની એવોર્ડથી નવાજવામાં આવશે. તેમની કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમાન ચાંડીની યાદમાં શરૂ કરાયેલા ‘ઓમાન ચાંડી લોક સેવક પુરસ્કાર’ માટે પસંદગી કરવામાં આવી છે. ઓમાન ચાંડી ફાઉન્ડેશન દ્વારા પૂર્વ મુખ્યમંત્રીની પુણ્યતિથીના ત્રણ દિવસ બાદ એટલે કે રવિવારે (21 જુલાઈ) ‘ઓમાન ચાંડી લોક સેવક પુરસ્કાર’ની જાહેરાત કરવામાં આવી છે.
વિજેતાને પુરસ્કાર અને પ્રતિમા અર્પણ કરાશે
ફાઉન્ડેશન દ્વારા વિજેતાને એક લાખ રૂપિયાનું પુરસ્કાર અને પ્રસિદ્ધ કલાકાર તથા ફિલ્મ નિર્માતા નેમમ પુષ્પરાજ દ્વારા બનાવાયેલી પ્રતિમા અર્પણ કરવામાં આવશે. એક નિવેદનમાં જણાવાયું છે કે, રાહુલ ગાંધી એક રાષ્ટ્રીય નેતા છે. તેમણે ‘ભારત જોડો યાત્રા’ની શરૂઆત કરી લોકોની સમસ્યાઓ સાંભળી નિવારણ કર્યું હતું. વિજેતાની પસંદગી કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની અધ્યક્ષતામાં એક વિશેષજ્ઞ જૂરીએ કરી હતી.
જાણો કોણ છે ઓમાન ચાંડી ?
કેરળના 10માં મુખ્યમંત્રી ઓમાન ચાંડીનું બેંગલુરની ચિન્મય મિશન હોસ્પિટલમાં 18 જુલાઈ-2023ના રોજ નિધન થયું હતું. ઓમાન ચાંજી વર્ષ 2004-2006 અને 2011-2016 દરમિયાન કેરળમાં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ ઉપરાંત તેઓ 2006-2011 દરમિયાન કેરળમાં વિપક્ષના નેતાનું પદ પણ સંભાળ્યું હતું. સૌથી મોટી વાત એ છે કે, તેઓ કેરળ વિધાનસભામાં સૌથી લાંબો સમય ધારાસભ્ય રહેનાર પણ નેતા હતા. ઓમાન ચાંડી યુનાઈટેડ નેશન દ્વારા પબ્લિક સર્વિસ માટે સન્માનિત થનારા ભારતના એકમાત્ર મુખ્યમંત્રી હતી.
આ પણ વાંચો : ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે કેરળમાં નિપાહ વાયરસથી એકનું મોત, લોકોને માસ્ક પહેરવા સલાહ
આ પણ વાંચો : બાંગ્લાદેશની હિંસા અંગે મમતા બેનર્જીનું મોટું નિવેદન કહ્યું, ‘તેઓ અમારા દરવાજે આવશે તો...’