‘700 ખેડૂતોના મોતથી પણ મન ન ભરાયું, કંગનાની ટિપ્પણી પર જવાબ આપે PM મોદી’ રાહુલ ગાંધીના પ્રહાર
Rahul Gandhi On Kangana Ranaut Statement : ભાજપ સાંસદ કંગના રનૌતે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની વાત કરતાં વિવાદ વધુ વકર્યા બાદ કંગનાએ આ મામલે માફી માંગી છે. તેણે કહ્યું કે, 'મને આ નિવેદનને લઈને પસ્તાવો રહેશે.' આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કંગનાના નિવદેનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરવાની સાથે જવાબો માંગ્યા છે. રાહુલે આજે બુધવારે કહ્યું કે, '700 ખેડૂતોના જીવ ગયા પછી પણ ભાજપનું મન ભરાયું નથી. વડાપ્રદાન મોદીએ આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ.'
700થી વધુ ખેડૂતોના મોત પછી પણ ભાજપવાળાનું મન ભરાયું નથી
રાહુલે કહ્યું કે, 'સરકારની નીતિ કોણ તૈયાર કરી રહ્યું છે, એક ભાજપના સાંસદ કે વડાપ્રધાન મોદી? હરિયાણા અને પંજાબના સહિતના 700થી વધુ ખેડૂતોના મોત પછી પણ ભાજપવાળાનું મન ભરાયું નથી. I.N.D.I.A ગઠબંધન અમારા અન્નદાતાઓના વિરુદ્ધમાં ભાજપનું કોઈ ષડયંત્ર સફળ થવા નહીં દે. જો ખેડૂતોને નુકસાન પહોંચાડવા માટે કોઈ પગલું ભરવામાં આવશે તો મોદીજીએ ફરીથી માફી માંગવી પડશે.'
આ પણ વાંચો : ...હું કલાકાર નહીં ભાજપ કાર્યકર છું, શબ્દો પાછા લઉં છું' વિવાદ થતાં કંગના રણૌતનો યુ-ટર્ન
કંગનાએ શું કહ્યું હતું?
કંગના રનૌતે ગત મંગળવારે કહ્યું હતું કે, 'ખેડૂતો ભારતની પ્રગતિના આધારસ્તંભ છે. તેમણે માત્ર અમુક રાજ્યોમાં જ કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો. હું હાથ જોડીને અપીલ કરું છું કે, ખેડૂતોના હિતમાં આ કૃષિ કાયદાઓ પાછા લાવવા જોઈએ. 2021 માં રદ કરાયેલા કૃષિ કાયદાને પાછા લાવવાની માંગ કરતાં ભાજપ સાંસદે નિવેદન પાછું ખેંચતા કહ્યું કે, 'આ તેમના 'વ્યક્તિગત' મંતવ્યો હોવાથી પાર્ટીના વલણને પ્રદર્શિત કરતાં નથી.'
આ પણ વાંચો : PM મોદીએ ફોન પણ ન કર્યો અને પીટી ઉષા પણ ખોટું બોલ્યા? વિનેશ ફોગાટનો ચોંકાવનારો ખુલાસો
રાહુલે કહ્યું કે, 'મોદીજી સ્પષ્ટ કરો કે, શું તમે તે કાયદાને ફરીથી લાવવા ઇચ્છો છો?' તેમણે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન મોદીએ શહીદ ખેડૂતો માટે સંસદમાં બે મિનિટનું મૌન પણ રાખવા દીધું ન હતું.