પ્રિયંકા ગાંધીએ યુપી સરકારની 'સોશિયલ મીડિયા પોલિસી' પર કર્યા પ્રહાર, પૂછ્યું- મહિલાઓનો અવાજ કઈ શ્રેણીમાં

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
પ્રિયંકા ગાંધીએ યુપી સરકારની 'સોશિયલ મીડિયા પોલિસી' પર કર્યા પ્રહાર, પૂછ્યું- મહિલાઓનો અવાજ કઈ શ્રેણીમાં 1 - image


Priyanka Gandhi On UP Social Media Policy: ઉત્તર પ્રદેશ સરકારે નવી સોશિયલ મીડિયા પોલિસીને મંજૂરી આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ લાંબા સમયથી આ અંગે નીતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સરકારે કહ્યું કે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતી સામગ્રી અભદ્ર, અશ્લીલ અને રાષ્ટ્ર વિરોધી ન હોવી જોઈએ. હવે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ યુપીની આ પોલિસી પર પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે એક પોસ્ટમાં લખ્યું કે, 'જે તમને પસંદ હોય એ જ વાત કહીશું, તમે દિવસને રાત કહો તો રાત કહીશું'. 

પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, યુપી સરકારની સોશિયલ મીડિયા પોલિસીમાં ન્યાય માગી રહેલી મહિલાઓનો અવાજ કઈ શ્રેણીમાં આવશે? 69000 શિક્ષકોની ભરતીમાં અનામત કૌભાંડમાં ઉઠતા સવાલ કઈ શ્રેણીમાં આવશે? ભાજપ નેતાઓ અને ધારાસભ્યો દ્વારા ભાજપ સરકારની પોલ ખોલવીએ કઈ શ્રેણીમાં આવશે? 'તમે દિવસને રાત કહો તો રાત નહીંતર હવાલાત'. આ પોલિસી સત્યને દબાવવાનો વધુ એક પ્રયોગ છે. શું ભાજપ લોકતંત્ર અને બંધારણને કચડવાથી વધારે વિચારી જ ન શકે? 

યુપી સરકારની સોશિયલ મીડિયા પોલિસી

ઉત્તર પ્રદેશની કેબિનેટ દ્વારા ડિજિટલ મીડિયા પોલિસી 2024 રજૂ કરવામાં આવી છે. આ પોલિસીમાં કોને કેટલી સજા મળશે અને કોણ સોશિયલ મીડિયા દ્વારા કમાણી કરી શકશે એ તમામ માહિતી આવરી લેવામાં આવી છે. એન્ટી-નેશનલ પોસ્ટ કરનારને હવે ઉંમર કેદ સુધીની સજા પણ મળી શકે છે.

ત્રણ વર્ષથી ઉંમર કેદ સુધીની સજા

દેશ વિરુદ્ધ પોસ્ટ કરનારને હવે સજા આપવામાં આવશે. અત્યાર સુધી ફ્રિડમ ઑફ સ્પીચ હતી, પરંતુ ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા નવો નિયમ બનાવવામાં આવ્યો છે જેમાં હવે કોઈ પણ વ્યક્તિ ફ્રિડમ ઑફ સ્પીચના બહાને દેશ વિરુદ્ધ કંઈ પણ નહીં બોલી શકે. એન્ટી-નેશનલ પોસ્ટ કરનારને હવે ત્રણ વર્ષથી લઈને ઉંમરકેદ સુધીની સજા થઈ શકે છે. કેવી પોસ્ટ કરી છે અને કેટલી વાર કરી છે એના આધારે આ નિર્ણય લેવામાં આવશે. 

ઈન્ફ્લુએન્સર્સ માટે મેગા ઓફર

સરકારી સ્કીમ અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કામને પ્રમોટ કરવા માટે હવે ઈન્ફ્લુએન્સર્સને પૈસા ચૂકવવામાં આવશે. ઈન્ફ્લુએન્સર્સ મહિને બે લાખથી આઠ લાખ રૂપિયા ફક્ત સરકારી સ્કીમને શેર કરીને કમાઈ શકશે. આ પૈસા તેમના કેટલા ફોલોઅર્સ અને વ્યુસ આવે છે એના આધારે નક્કી કરવામાં આવશે. X પર પોસ્ટ કરવા માટે પાંચ લાખ રૂપિયાની લિમિટ, ફેસબુક પર પોસ્ટ કરવા માટે ચાર લાખ રૂપિયા અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે ત્રણ લાખ રૂપિયાની લિમિટ રાખવામાં આવી છે. એટલે કે ઈન્ફ્લુએન્સર્સ એક મહિનામાં આ પ્લેટફોર્મથી વધુમાં વધુ આટલાં રૂપિયા કમાઈ શકે છે. યૂટ્યુબ પર વીડિયો માટે આઠ લાખ રૂપિયા, શોર્ટ્સ માટે છ લાખ રૂપિયા અને પોડકાસ્ટ માટે ચાર લાખ રૂપિયાની મર્યાદા રાખવામાં આવી છે. આ માટે સરકારે ડિજિટસ એજન્સી ‘v-form’ને કામગીરી સોંપી છે જે એડ્સને હેન્ડલ કરશે. આ વિશે નિયમો બની ગયા બાદ એ પોલિસીનો અમલ કરવામાં આવશે.


Google NewsGoogle News