Get The App

ભાજપે CM પદથી હટાવતાં ખટ્ટર દુ:ખી હતા, અમારો સંપર્ક કર્યો હતો: કોંગ્રેસના દાવાથી ખળભળાટ

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
Congress Former CM


Haryana Election News Updates: હરિયાણા ચૂંટણી ટાણે રાજકીય પક્ષો જીત મેળવવા સતત નવા દાવ રમી રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસના વધુ એક દાવાથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર અંગે મોટો ખુલાસો કરતાં કહ્યું છે કે, હરિયાણાના મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા બાદ ખટ્ટરે કોંગ્રેસનો સંપર્ક કર્યો હતો. બીજી બાજુ હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ખટ્ટરે લોકસભા ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી પદ છોડી દીધું હતું. ત્યારબાદ નાયબ સિંહ સૈનીને રાજ્યની કમાન સોંપવામાં આવી હતી.

ખટ્ટરે કોંગ્રેસમાં જોડાવાની અપીલ કરી

મીડિયા અહેવાલ મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ દાવો કરતાં જણાવ્યું હતું કે, ખટ્ટર મુખ્યમંત્રી પદ પરથી દૂર થયા બાદ કોંગ્રેસમાં આવ્યા હતા. ખટ્ટરને પદ પરથી હટાવવાથી ખૂબ જ દુ:ખ થયું હતું અને તેમણે કેટલાક સાથીદારો સાથે કોંગ્રેસમાં જોડાવવાની ઇચ્છા વ્યક્ત કરતો સંદેશ મોકલ્યો હતો. પણ તેમને પક્ષમાં જોડવા શક્ય ન હતા. 



ખટ્ટરને દૂર કેમ કર્યા?

તેમણે સવાલ કર્યો હતો કે ખટ્ટરને 9 વર્ષથી વધુ સમય સુધી મુખ્યમંત્રી તરીકે કમાન સોંપ્યા બાદ તેમને અચાનક પદ પરથી કેમ હટાવી દેવામાં આવ્યા? અને હવે પોસ્ટરમાંથી તેમનો ચહેરો પણ ગાયબ છે. ખેડાએ જણાવ્યું હતું કે ભાજપના નેતૃત્વ સમક્ષ આ મુદ્દે ચર્ચા કરવાની બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણીવાર વિદેશી મહેમાનોથી ભારતની ગરીબી છુપાવે છે અને ખટ્ટરના કિસ્સામાં પણ એવું જ થયું છે.

મતદારો ગુસ્સામાં હોવાનો દાવો

ખેડાના મતે, આ વખતે ખટ્ટરની નિષ્ફળતા છુપાવવાથી હરિયાણાના લોકોનો ગુસ્સો શાંત નહીં થાય. મતદારો એટલા ગુસ્સામાં છે કે જ્યારે તેઓ EVM બટન દબાવશે તો મશીન જ તૂટી જવાનો ભય છે. ખટ્ટર કથિત રીતે તેમના જ પક્ષના ઉમેદવારોને હરાવવા માટે કામ કરી રહ્યા હતા. અમે જાણીએ છીએ કે કોણ એકબીજાને હરાવવાનું કાવતરું કરી રહ્યું હતું. ટિકિટની અંતિમ યાદી જાહેર થાય ત્યાં સુધી ભાજપના એક વરિષ્ઠ નેતા સંપર્કમાં હતા, પરંતુ તેમ થઈ શક્યું નહીં. 

ભાજપે CM પદથી હટાવતાં ખટ્ટર દુ:ખી હતા, અમારો સંપર્ક કર્યો હતો: કોંગ્રેસના દાવાથી ખળભળાટ 2 - image


Google NewsGoogle News