કોંગ્રેસ નેતાએ પરિવારના 4 સભ્યો સહિત સામૂહિક આત્મહત્યા કરતા હડકંપ, દેવાથી કંટાળ્યાનો દાવો

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
Mass Suicide


Mass Suicide In Chhattisgarh: છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં કોંગ્રેસ નેતાએ તેમની પત્ની અને બે પુત્રો સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. જેમાં મોટા પુત્રનું તુરંત મોત નીપજ્યું હતું જ્યારે કોંગ્રેસના નેતા, તેની પત્ની અને નાના પુત્રની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેઓને ગંભીર હાલતમાં બિલાસપુરની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે (પહેલી સપ્ટેમ્બર) સવારે ત્રણેયનું મૃત્યુ થયું હતું.

દેવું વધી જતા પરિવારે સામૂહિક આપઘાત કર્યા દાવો

અહેવાલો અનુસાર, ચારની ઓળખ 66 વર્ષીય કોંગ્રેસ નેતા પંચરામ યાદવ, 55 વર્ષીય તેમની પત્ની નંદની યાદવ 28 વર્ષીય પુત્ર નીરજ યાદવ અને 25 વર્ષીય સૂરજ યાદવ તરીકે કરવામાં આવી છે. આ તમામે 30મી ઓગસ્ટના રોજ એકસાથે ઝેર પી લીધું હતું. આખો પરિવાર દેવાથી પરેશાન હતો અને જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: ભાજપ સહયોગી નીતિશ કુમારને જોરદાર ઝટકો, કદાવર નેતાએ પાર્ટી પ્રવક્તા પદેથી ધર્યું રાજીનામું


આ પરિવારે કોઈને ખબર ન પડે તે માટે ઘરના આગળના દરવાજાને તાળું મારી દીધું હતું અને પાછળના દરવાજેથી ગયા બાદ અંદરથી દરવાજો પણ બંધ કરી દીધો હતો. પાડોશમાં રહેતી એક યુવતી તેના ઘરે ગઈ ત્યારે આ વાત સામે આવી. બે-ત્રણ વાર ફોન કરવા છતાં પણ દરવાજો ન ખૂલતાં તેને કંઈક અઘટિત હોવાની શંકા જતાં તેમણે આસપાસના લોકોને જાણ કરી હતી. જ્યારે પાડોશી અને તેના સંબંધીઓ ઘરની અંદર ગયા ત્યારે બધા ગંભીર હાલતમાં પડેલા હતા.

કોંગ્રેસ નેતાએ પરિવારના 4 સભ્યો સહિત સામૂહિક આત્મહત્યા કરતા હડકંપ, દેવાથી કંટાળ્યાનો દાવો 2 - image


Google NewsGoogle News