Get The App

'સર્જિકલ સ્ટ્રાઈકની હિંમત છે વાતચીતની નહીં..', પાકિસ્તાન મુદ્દે દિગ્ગજ નેતાએ મોદી સરકારને ઘેરી

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
'સર્જિકલ સ્ટ્રાઈકની હિંમત છે વાતચીતની નહીં..', પાકિસ્તાન મુદ્દે દિગ્ગજ નેતાએ મોદી સરકારને ઘેરી 1 - image


Congress Leader Mani shankar Ayyar on Pakistan | કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે પાકિસ્તાન મુદ્દે પીએમ મોદી સરકારને જોરદાર રીતે ઘેરી હતી. તેમણે કહ્યું કે આપણી પાસે બંને દેશોના હિતમાં હોય તેવા મુદ્દાઓ પર પાકિસ્તાન સાથે વાત કરવાની હિંમત નથી, જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક જેવું પગલું સરળતાથી ભરી લેવાયું હતું. 

પાકિસ્તાન પોતે આતંકવાદથી પીડિત દેશ 

મણિશંકર અય્યરે કહ્યું કે આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાન પોતે તેનો ભોગ બન્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનને સત્તામાં લાવવાની પાકિસ્તાનની જૂની વિચારસરણી હતી, પરંતુ આજે તેમના માટે સૌથી મોટો ખતરો એ છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં શાસનમાં છે.

કોંગ્રેસી નેતાએ વાતચીતનો કર્યો આગ્રહ 

તેમણે કહ્યું કે મોદી સરકારે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ કાશ્મીર મુદ્દા પર વાતચીત કરી હતી. પાકિસ્તાનમાં રહેતા લોકો પણ ભારતીયો જેવા જ છે, પરંતુ વિભાજને તેમને આપણાથી અલગ દેશનો સ્વરૂપ આપી દીધો છે. કોંગ્રેસના નેતાએ શેખ હસીનાને પણ વખાણ્યાં હતા અને ભારત માટે કરેલા તેમના કાર્યોની પ્રશંસા કરી હતી. 

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે

કોંગ્રેસના નેતાએ કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે તે સાચું છે, પરંતુ આ મોટે ભાગે એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તેઓ શેખ હસીનાને ટેકો આપે છે. હિન્દુઓ પર હુમલાના અહેવાલો સાચા છે, પરંતુ તે મોટાભાગે અતિશયોક્તિપૂર્ણ છે. તેમણે કહ્યું કે મોટાભાગના સંઘર્ષો રાજકીય મતભેદોને ઉકેલવા માટે લડવામાં આવે છે. 'સર્જિકલ સ્ટ્રાઈકની હિંમત છે વાતચીતની નહીં..', પાકિસ્તાન મુદ્દે દિગ્ગજ નેતાએ મોદી સરકારને ઘેરી 2 - image




Google NewsGoogle News