Get The App

ગાંધી પરિવારે જ રાજકીય કરિયર બનાવ્યું અને બગાડ્યું...: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું દર્દ છલકાયું

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
ગાંધી પરિવારે જ રાજકીય કરિયર બનાવ્યું અને બગાડ્યું...: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું દર્દ છલકાયું 1 - image


Congress Mani Shankar Aiyar: કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા મણિશંકર ઐયરે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. અયૈરે ગાંધી પરિવારના ત્રણેય દિગ્ગજો સાથે ક્યારે શું વાતચીત થઈ તે વિશે પણ પોતાની વાત કહી હતી. આ દરમિયાન અયૈરે કહ્યું કે, મારી કારકિર્દી ગાંધી પરિવારે બનાવી અને તેઓએ જ બગાડી.

ગાંધી પરિવારે મારી કારકિર્દી બગાડી

મણિશંકર અયૈરે કહ્યું કે, 'આ પ્રસંગને બાદ કરીને મારી રાહુલ ગાંધી સાથી સીમિત અને સાર્થક વાતચીત થઈ હતી અને મેં ફક્ત બે વાર જ પ્રિયંકા ગાંધી સાથે વાતચીત કરી છે. 10 વર્ષો સુધી મને સોનિયા ગાંધીને આમને-સામને મળવાની તક ન આપવામાં આવી. એકવારને બાદ કરતાં, મને ક્યારેય રાહુલ ગાંધી સાથે સાર્થક વાત કરવાની તક આપવામાં નથી આવી. મેં બેથી વધુ વખત પ્રિયંકા સાથે પણ વાત નથી કરી. તે મારા સાથે ફોન પર વાત કરતી હતી, તેથી હું તેના સંપર્કમાં છું. તેથી, મારા જીવનની વિડંબના છે કે, મારી રાજકીય કારકિર્દી ગાંધી પરિવારે બનાવી અને ગાંધી પરિવારે જ બગાડી.

આ પણ વાંચોઃ 'નહેરુ મોડેલ ફેલ, અમે 10 વર્ષથી સુધારવા..', જયશંકરે દેશના પ્રથમ PMની વિદેશ નીતિ પર સવાલ ઊઠાવ્યાં

પ્રણવ મુખર્જી વિશે કહી મોટી વાત

મણિશંકર અયૈરે 2012નો સમય યાદ કર્યો, જ્યારે સોનિયા ગાંધી બીમાર પડી ગયાં અને મનમોહન સિંહને છ બાઇપાસ સર્જરીથી પસાર થવું પડ્યું. તેઓએ કહ્યું કે, પાર્ટીએ મનમોહન સિંહની બદલે પ્રણવ મુખર્જીને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હોત અને બાદમાં તેમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હોત, તો કોંગ્રેસને 2014ની લોકસભા ચૂંટણીમાં આવી અપમાનજનક હારનો સામનો ન કરવો પડત.

2014માં કોંગ્રેસ કેમ હારી? 

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ વધુમાં કહ્યું કે, તમે જુઓ 2012માં અમારા માટે બે મુશ્કેલી આવી પડી. પહેલુંઃ સોનિયા ગાંધી બહુ બીમાર થઈ ગયાં અને ડૉ. મનમોહન સિંહને છ બાઇપાસ સર્જરીથી પસાર થવું પડ્યું, તેથી અમે સરકારના વડા અને પાર્ટીના વડાના રૂપે અપંગ થઈ ગયાં. જો ડૉ. મનમોહન સિંહ રાષ્ટ્રપતિ બની ગયા હોય અને પ્રણવને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત, તો પણ મને લાગે છે કે, અમે 2014 (લોકસભા ચૂંટણી) હારી ગયા હોત, પરંતુ એ હાર આવી અપમાનજનક ન હોત. 

આ પણ વાંચોઃ 'વન નેશન વન ઈલેક્શન' બિલ અંગે સરકારનો અચાનક મોટો નિર્ણય, લોકસભામાં સોમવારે રજૂ નહીં કરે

જ્યારે સોનિયા ગાંધીની પ્રતિક્રિયાએ ચોંકાવી દીધાં

અયૈરે યાદ કર્યું કે, જ્યારે મેં સોનિયા ગાંધીને એકવાર 'મેરી ક્રિસમસ'ની શુભકામના આપી, ત્યારે તેઓએ કહ્યું કે, 'હું ઈસાઈ નથી.' સ્વાભાવિક રીતે હું એકદમ ચોંકી ગયો. પરંતુ, મને લાગતું કે, તે પોતાને ઈસાઈ નથી માનતી. જેમ હું પોતાને કોઈ વિશેષ ધર્મ સાથે સંબંધિત નથી માનતો. હું નાસ્તિક છું અને હું આ કહેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. પરંતુ, નાસ્તિક હોવાનો અર્થ એ નથી કે, હું ધર્મોનું અનાદર કરૂ છું. તેનો અર્થ છે કે, હું તમામ ધર્મોનું સમાન રૂપે સન્માન કરૂ છું.

કોણ છે મણિશંકર ઐયર

મણિશંકર અયૈરે એક પૂર્વ રાજદ્વારી છે, જેણે ભારતીય વિદેશ સેવામાં કામ કર્યું છે. તેઓએ 10, 13 અને 14મી લોકસભામાં તમિલનાડુના મયિલાદુથુરાઈ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને રાજ્યસભાના નામાંકિત સભ્ય પણ હતાં. 



Google NewsGoogle News