મહાકાલ નગરી ઉજ્જૈનમાં કોંગ્રેસ નેતાની હત્યા, બદમાશોએ ઘરમાં ઘૂસી ગોળીઓ ધરબી
Firing At Congress Leader In Madhya Pradesh: મધ્ય પ્રદેશના મહાકાલ નગરીમાં ઉજ્જૈનથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર કલીમ ગુડ્ડુની સવારે પાંચ વાગ્યે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારજનોએ જણાવ્યું કે બદમાશોએ ઘરમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. મૃતકની પત્ની અને તેના પુત્રો પર હત્યાનો આરોપ છે. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
જાણો શું છે સમગ્ર મામલો
પરિવારજનોએ કલીમ ગુડ્ડુની પત્ની અને બે પુત્રો પર હત્યાનો આરોપ લગાવ્યો છે. હત્યા પાછળ મિલકતનો વિવાદ મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, કલીમ ગુડ્ડુના મામાએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પરિવારે ગુડ્ડુની પત્ની, મોટા પુત્ર અને પુત્રને પોલીસને હવાલે કર્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે કલીમ ગુડ્ડુએ ત્રણેયને છેલ્લા 12 વર્ષથી મિલકતમાંથી કાઢી મૂક્યા હતા.
ગયા અઠવાડિયે હુમલો થયો હતો
અહેવાલો અનુસાર,કલીમ ગુડ્ડુ પર ચોથી ઓક્ટોબરે પણ હુમલો થયો હતો. હુમલાખોરો કારમાં આવ્યા હતા અને પિસ્તોલમાંથી ગુડ્ડુ પર ત્રણ ગોળી ચલાવી હતી. પોતાનો જીવ બચાવવા માટે કલીમ ગુડ્ડુ ગટરમાં કૂદી પડ્યો હતો, જેના કારણે તેનો હાથ ફ્રેક્ચર થયું હતું. આ ઘટના બાદ તે એટલો ડરી ગયો હતો કે ફરી હુમલો થવાના ડરથી તે ઘરની બહાર નીકળ્યો ન હતો. સાતમી ઓક્ટોબરે તેણે પોલીસ સ્ટેશનમાં અરજી કરીને હત્યાનો ભય વ્યક્ત કર્યો હતો.