Get The App

ઝારખંડમાં કોંગ્રેસ નેતા અને મંત્રી આલમગીરની ધરપકડ, ઈડીના દરોડામાં સચિવના ઘરમાંથી મળ્યા હતા 37 કરોડ રોકડા

Updated: May 15th, 2024


Google NewsGoogle News
ઝારખંડમાં કોંગ્રેસ નેતા અને મંત્રી આલમગીરની ધરપકડ, ઈડીના દરોડામાં સચિવના ઘરમાંથી મળ્યા હતા 37 કરોડ રોકડા 1 - image


Alamgir Alam Arrest : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી અને કોંગ્રેસ નેતા આલમગીરી આલમની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી છે. ઈડીએ છઠ્ઠી મેએ આલમગીર આલમના સચિવના નોકરના ઘરેથી 37 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી હતી, તે જ મામલે તેમની પૂછપરછ કરાયા બાદ ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા ઈડીએ ગઈકાલે તેમની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. 

આલમગીરની ગઈકાલે 10 કલાક પૂછપરછ કરાઈ

આલમગીર આલમની આજે સવારે 11.00 કલાકે પૂછપરછ શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ ઈડીએ તેમની ધરપકડની પુષ્ટી કરી છે. ઈડીએ આલમગીરીને રવિવારે નોટીસ ફટકારી હતી અને 14 મેએ રાંચી સ્થિત ઝોનલ કાર્યાલયમાં ઈડી સમક્ષ ઉપસ્થિત રહેવા કહ્યું હતું. તેઓ મંગળવારે ઈડી સમક્ષ હાજર થયા હતા, જ્યાં તેમની 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈડીએ આજે ફરી તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

EDએ રાંચીમાં દરોડો પાડી 35.23 કરોડ જપ્ત કર્યા હતા

ઉલ્લેખનીય છે કે, EDએ છઠ્ઠી મેના રોજ રાંચીમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન રોકડ રૂપે મોટી રકમ જપ્ત કરી હતી. ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકર જહાંગીર આલમના એક એપાર્ટમેન્ટમાંથી જંગી રોકડ મળી આવી હતી. આ દરોડામાં કુલ 35 કરોડ 23 લાખની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત ઈડીએ કેટલાક આભૂષણો પણ જપ્ત કર્યા હતા.

કોણ છે આલમગીર આલમ?

આલમગીર આલમ પાકુર વિધાનસભાથી ચાર વખત કોંગ્રેસ (Congress)ના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં રાજ્ય સરકારમાં સંસદીય બાબતો અને ગ્રામીણ વિકાસ મંત્રી છે. આ પહેલા આલમગીર આલમ 20 ઓક્ટોબર 2006 થી 12 ડિસેમ્બર 2009 સુધી ઝારખંડ વિધાનસભાના સ્પીકર પણ હતા. રાજકારણનો વારસો મેળવ્યા બાદ આલમગીરે સરપંચની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 2000માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને ત્યારથી અત્યાર સુધીમાં 4 વખત ધારાસભ્ય બન્યા છે.  


Google NewsGoogle News