Get The App

'આ ભાજપની નહીં, પરંતુ મોદીની જીત', ત્રણ રાજ્યોના પરિણામ અંગે કોંગ્રેસ નેતા અધીર રંજન શા માટે આવું બોલ્યા

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
'આ ભાજપની નહીં, પરંતુ મોદીની જીત', ત્રણ રાજ્યોના પરિણામ અંગે કોંગ્રેસ નેતા અધીર રંજન શા માટે આવું બોલ્યા 1 - image


Image Source: Twitter

- પીએમ મોદી દિલ્હી છોડીને ચૂંટણી જીતવા માટે ગામડાઓમાં ફરી રહ્યા હતા: અધીર રંજન

નવી દિલ્હી, તા. 04 ડિસેમ્બર 2023, સોમવાર

Election Resutls 2023: એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપીની બમ્પર જીત બાદ કોંગ્રેસ નેતા અધીર રંજનનું નિવેદન સામે આવ્યું છે. ત્રણ રાજ્યોમાં હાર બાદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ બીજેપીની જીત નથી પરંતુ મોદીની જીત છે. થોડા દિવસ પહેલા કર્ણાટક અને હિમાચલમાં અમે જીત્યા હતા ત્યારે પીએમ ક્યા હતા? તેમણે કહ્યું કે, વોટ પીએમ વિરુદ્ધ બઘેલ અને પીએમ વિરુદ્ધ ગેહલોત થયા.

સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવા માટે પહોંચેલા કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પત્રકારોએ વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું કે, છત્તીસગઢમાં પીએમ મોદી વિરુદ્ધ બઘેલ, રાજસ્થાનમાં પીએમ મોદી વિરુદ્ધ ગેહલોત હતા. અમે જોયું કે પીએમ મોદી દિલ્હી છોડીને ચૂંટણી જીતવા માટે ગામડાઓમાં ફરી રહ્યા હતા. ભાજપમાં પીએમ મોદી સિવાય કોઈ નથી. ભાજપનું માનવું છે કે. આ પીએમ મોદીની જીત છે, તે ભાજપ, આરએસએસ કે વિશ્વ હિન્દુ પરિષદની જીત નથી.

બીજી તરફ આ સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવા પીએમ મોદી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદની બહાર મીડિયાને સંબોધિત કરી વિપક્ષી દળો સામે નિશાન તાક્યું હતું. 

પીએમ મોદીએ મીડિયા સમક્ષ કહ્યું કે રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા. પરિણામ ઉત્સાહજનક હતા. આ એમના માટે હતા જે સામાન્ય લોકોના કલ્યાણ માટે, દેશ માટે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કમિટેડ છે. તેમણે વિપક્ષ સામે નિશાન તાકતાં કહ્યું કે હું વિપક્ષી દળોને કહેવા માગુ છું કે તેઓ હારનો ગુસ્સો સંસદમાં ન કાઢે અને ખોટો હોબાળો કરીને સંસદની કાર્યવાહીને ખોરવવાનો પ્રયાસ ન કરે. 


Google NewsGoogle News