Get The App

'મમતા બેનર્જી પાસે અમે ભીખ નથી માંગતા...', કોંગ્રેસને માત્ર બે બેઠકોની ઑફર પર અધીર રંજન ભડક્યા

લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને મતભેદ ઉભો થવા લાગ્યો છે

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
'મમતા બેનર્જી પાસે અમે ભીખ નથી માંગતા...', કોંગ્રેસને માત્ર બે બેઠકોની ઑફર પર અધીર રંજન ભડક્યા 1 - image


Lok Sabha Elections: I.N.D.I.A ગઠબંધનમાં બેઠકોની વહેંચણી પર સંકલન પહેલા જ વિવાદ ઊભો થયાના સમાચાર વહેતા થયા છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી પર નિશાન સાધ્યું હતું. અધીર રંજને ચૌધરીએ કહ્યું કે,”મમતા બેનરજી ગઠબંધન નથી ઈચ્છતા, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેવા કરવામાં વ્યસ્ત છે.”

અમને મમતા બેનરજીની દયાની જરૂર નથી: અધીર રંજન ચૌધરી 

અહેવાલ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ પશ્ચિમ બંગાળમાં ગઠબંધનના સાથી કોંગ્રેસને લોકસભા ચૂંટણીમા માત્ર બે બેઠક આપવા માગે છે. 2019ની ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે રાજ્યમાં 43 ટકા મત મેળવ્યા હતા અને 22 બેઠક જીતી હતી. આવી સ્થિતિમાં તૃણમૂલ ઈચ્છે છે કે, બંગાળમાં તે પ્રમુખ પક્ષ છે અને તેને બેઠક વહેંચણી પર અંતિમ નિર્ણય લેવાનો અધિકારી આપવામાં આવે. આ ફોર્મ્યુલા સામે વાંધો ઉઠાવતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મને ખબર નથી કે મમતા બેનરજી પાસેથી કોણે ભીખ માગી છે, અમે તો માગી નથી. મમતા બેનરજી પોતે કહી રહ્યા છે કે, તેઓ ગઠબંધન ઈચ્છે છે. અમને દયાની જરૂર નથી. અમે પોતાના દમ પર ચૂંટણી લડી શકીએ છીએ.

છેલ્લી લોકસભા ચૂંટણી પરિણામ પર આધારિત બેઠકોની ફોર્મ્યુલા: સૂત્રો

સૂત્રોના જણાવ્યાનુસાર, બેઠકની વહેંચણીની સંખ્યા સ્પષ્ટ ફોર્મ્યુલા પર આધારિત છે. જેમાં સંસદીય ચૂંટણી અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીનું મૂલ્યાંકન સામેલ છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તમામ 42 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી અને માલદા દક્ષિણ અને બેરહામપુર આ બે બેઠક જ જીતી શકી હતી. સૌથી જૂની પાર્ટી માત્ર 5.67 ટકા મત મળ્યા, જ્યારે સીપીએમ(એમ)ને 6.33 ટકા મત મળ્યા હતા. 


Google NewsGoogle News