Get The App

કોંગ્રેસ અધ્યક્ષે 'ક્રાઉડફ્ન્ડિંગ' અભિયાન શરૂ કર્યું, 'ડોનેટ ફોર દેશ' દ્વારા લોકો પાસેથી દાન એકત્રિત કરશે

કોંગ્રેસના મહાસચિવ શનિવારે આ અભિયાનની જાણકારી આપી હતી

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
કોંગ્રેસ અધ્યક્ષે 'ક્રાઉડફ્ન્ડિંગ' અભિયાન શરૂ કર્યું, 'ડોનેટ ફોર દેશ' દ્વારા લોકો પાસેથી દાન એકત્રિત કરશે 1 - image


Congress Crowdfunding campaign : કોંગ્રેસ પાર્ટીએ આજે ક્રાઉડફન્ડિંગ અભિયાન ડોનેટ ફોર દેશ' (DONATE FOR DESH) શરૂ કર્યું છે. આ અભિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દ્વારા શરુ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યુ

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર પડી છે. એટલા માટે જ પાર્ટીએ હવે દેશની પ્રજાની મદદ માગી છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે શનિવારે દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટર પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા 'ડોનેટ ફોર દેશ' અભિયાન ચલાવવાની જાણકારી આપી હતી ત્યારે હવે આજે આ અભિયાન કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ દ્વારા શરુ કરવામાં આવ્યુ છે. 

શું કહ્યું વેણુગોપાલે? 

આ પહેલા કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે શનિવારે આ અભિયાન વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ પહેલ 1920-21માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે. અમે આ અભિયાન માટે અમારા રાજ્ય સ્તરના પદાધિકારીઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ, ડીસીસી અધ્યક્ષો, પીસીસી અધ્યક્ષો અને એઆઈસીસીને પ્રોત્સાહિત કરીએ છીએ. દરેક પદાધિકારીએ ઓછામાં ઓછા 1380 રૂપિયાનું યોગદાન આપવાનું રહેશે. 

કોંગ્રેસ અધ્યક્ષે 'ક્રાઉડફ્ન્ડિંગ' અભિયાન શરૂ કર્યું, 'ડોનેટ ફોર દેશ' દ્વારા લોકો પાસેથી દાન એકત્રિત કરશે 2 - image


Google NewsGoogle News