'દેશના પિતા નહીં દેશના તો લાલ હોય છે...', કંગના રણૌતની પોસ્ટ પર કોંગ્રેસ ગુસ્સે ભરાઈ
Image: Facebook
Uproar over Kangana Ranauts Post: દેશ આજે મહાત્મા ગાંધીની જયંતી મનાવી રહ્યું છે. આજે જ ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી પણ છે. આ અવસરે પીએમ મોદી સહિત ઘણા નેતાઓએ બાપુ અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી છે.
કંગનાએ આ અવસરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. કંગનાએ લખ્યું છે, ''દેશના પિતા નહીં દેશના તો લાલ હોય છે. ધન્ય છે માતા ના આ લાલ' આની નીચે કંગનાએ લાલ બહાદુર શાસ્ત્રીની તસવીર પોસ્ટ કરતાં લખ્યું છે, 'જય જવાન, જય કિસાનના ઉદ્ઘોષક પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રીજી જયંતી પર શત શત નમન.' આ પોસ્ટની આગામી સ્લાઈડ પર કંગનાએ એક વીડિયો મેસેજમાં લખ્યું છે, 'સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે જેટલી આઝાદી, મહાત્મા ગાંધીજીની જયંતી પર તેમના આ દ્રષ્ટિકોણને આગળ લઈ જઈ રહ્યા છે આપણા વડાપ્રધાનજી.'
કંગનાની આ પોસ્ટ પર કોંગ્રેસ નેતા રાજ કુમાર વર્માએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે 'કંગના રણૌત દેશ વિરોધી વાતો વારંવાર કરી રહ્યાં છે. તેમના વિરુદ્ધ દેશદ્રોહનો મામલો નોંધાવો જોઈએ. ભાજપ કંઈ કરી રહી નથી. એક તરફ ગાંધીજીની ઉપર પીએમ ફૂલ અર્પણ કરી રહ્યાં છે તો બીજી તરફ ભાજપ સાંસદ ગાંધીજી વિરુદ્ધ આવી વાતો કરી રહ્યાં છે, કંગના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.'
પંજાબના ભાજપ નેતા હરજિત ગ્રેવાલે પણ કંગનાની પોસ્ટને ખોટી ગણાવી છે. તેમણે કહ્યું છે, કંગના રણૌતે જે સ્ટેટમેન્ટ આપ્યું છે ગાંધીજી વિશે તે શરમજનક છે. તેમણે ગાંધીને પસંદ કર્યાં નહીં પરંતુ લાલ બહાદુર શાસ્ત્રીને પસંદ કર્યાં છે. તે કેવી રીતે ગાંધીજીનું અપમાન કરી શકે છે.? ગાંધીજી વિના ભારતને આઝાદી કેવી રીતે મળત. કંગનાને કંઈ ખબર નથી. કંગનાનો જે વિચાર છે તે ગોડસેનો વિચાર છે. મંડીના લોકોથી ભૂલ થઈ ગઈ કે આને સાંસદ બનાવ્યા.'