ઝેરી સાપ, રાવણ, મદારી, ચોકીદાર, ચોર... એક દાયકામાં PM મોદીને 100થી વધુ વખત અપશબ્દો કહેવાયા

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
PM Modi-Rahul Gandhi


Congress Insulted PM Modi More Than 100 Times: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને થોડા સમય પહેલાં એક કેન્દ્રીય મંત્રી દ્વારા અપશબ્દો કહેવામાં આવ્યા હોવાના દાવા સાથે રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને પત્ર લખીને પગલાં લેવા માગણી કરી હતી. ભાજપી નેતા અને સાંસદ દ્વારા રાહુલ ગાંધીને આતંકી કહેવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે. 

ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ વળતો પત્ર લખીને કોંગ્રેસને જણાવ્યું કે, 'તમારા દ્વારા છેલ્લાં એક દાયકામાં મોદીને 100થી વધારે વખત અપશબ્દો કહેવામાં આવ્યા છે. તમારા સાથી પક્ષો દ્વારા પણ વડાપ્રધાન પદની ગરીમા લાજે તે રીતે વડાપ્રધાન મોદી વિશે ઉચ્ચારણો કરવામાં આવ્યા છે.' 

તાજેતરમાં પણ વડાપ્રધાન પીએમ દ્વારા એક સભામાં આ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નડ્ડાએ પણ આ જ કારણ ધરીને જણાવ્યું હતું કે,'કોંગ્રેસના નેતાઓ દ્વારા મોદીને વધારે અપશબ્દો કહેવામાં આવ્યા છે. ભાજય અને કોંગ્રેસ વચ્ચે અપમાન મુદ્દે જ્યારે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે જોઈએ મોદી વિરુદ્ધ અપક્ષો દ્વારા કેવો વાણી વિલાસ કરાયો છે.

ઝેરી સાપ (27-04-2023)

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકના કલબુગીમાં જણાવ્યું હતું કે,'નરેન્દ્ર મોદી ઝેરી સાપ જેવા છે. કોઈને એમ થાય કે તેના ઝેરના પારખાં કરું તો સમજી લેવાનું કે તે વ્યક્તિનું મોત જ થશે.'

આ પણ વાંચો: VIDEO: PM મોદીના ખભા પર હાથ મૂકી બાઈડેને આપ્યો એવો જવાબ કે બધા હસી પડ્યાં


ફાસીસ્ટ  (24-03-2023)

યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય એધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદીનું અપમાન કરતી પોસ્ટ મુકી હતી. જેમાં લખ્યું હતું કે, 'ફાસીઝમને નવો ચહેરો મળી ગયો છે અને સરમુખત્યારને નવો ઉત્તારધિકારી.'

હિટલર, મુસોલિની, સ્ટાલિન (11-03-2023)

કોંગ્રેસી નેતા જયરામ રમેશ દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અંગે વિવાદિત પોસ્ટ મુકવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના નામના બનેલા સ્ટેડિયમની આસપાસ ફરતી વખતે સ્ટેડિયમને પોતાનું નામ આપનારા નેતાઓ દેખાતા હશે. તેમણે વડાપ્રધાન મોદીની સરખામણી જોસેફ સ્ટાલિન, હિટલર, મુસોલિની, કિમ લુઈ સુંગ, સદામ હુસૈન, રેસેપ ઓંગોન સાથે કરી હતી.

ગૌતમ દાસ (20-02-2023)

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ અદાણી સ્ટોક મુદ્દે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવંગત પિતાનું અપમાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'અટલ બિહારી વાજપેયી જો જેપીસીનું ગઠન કરી શકે છે તો નરેન્દ્ર ગૌતમદાસ સોરી... દામોદરદાસ મોદીને મુશ્કેલી શું છે. ગૌતમ દાસ છે કે નરેન્દ્ર દામોદરદાસ છે. નામ ભલે દામોદરદાસ હોય પણ કામ તો ગૌતમ દાસનું જ કરી રહ્યા છે.'

અંગ્રેજો સાથે સરખામણી (08-01-2023)

કર્ણાટકમાં એક રેલીના સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, 'દરેક બાબતે મોદી મોદી કરવું યોગ્ય નથી. લોકશાહીમાં તમે કોઈ વ્યક્તિને ભગવાન બનાવી દો છો તો તમારું આ પગલું તમને સરમુખત્યારશાહી તરફ આગળ વધારે છે. તમારી પાસે તાકાત છે અને તમે એકજૂથ છો તો તમારી કિંમત છે. તમારામાં એકતા નથી તો કોઈ તમારા ભાગલા પાડીને રાજ કરવાનો સિદ્ધાંત તમારા ઉપર લાગુ કરશે. પહેલાં અંગ્રેજોએ કર્યું હતું અને હવે મોદી કરી રહ્યા છે.'

આ પણ વાંચો: મંદિર બનાવવાના નામે 1.76 કરોડની છેતરપિંડી, વડતાલ સ્વામિનારાયણ સાધુઓ સામે વધુ એક ગુનો


મોતના સોદાગર (05-12-2022)

કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને મોતના સોદાગર કહ્યા તે ખોટું નથી, હું પણ તેમને મોતનો સોદાગર જ કહી રહ્યો છું. તેઓ ગોધરાકાંડમાં મૃત્યુ પામેલા લોકોની અમદાવાદમાં શબયાત્રા કાઢવા માગતા હતા. તેને મોતના સોદાગર ન કહેવાય તો શું કહેવાય.'

રાવણ (17-11-2022)

ગુજરાતમાં ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે વડાપ્રધાન મોદીને રાવણ કહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 'ક્યારેય ગુજરાતની અસ્મિતા હતી જ નહીં અને ક્યારેય ગુજરાતનો વેપાર-ઉદ્યોગ હતો જ નહીં. નરેન્દ્ર મોદી આ અહંકાર અને ઘમંડ રાવણના પણ નહોતા રહ્યા અને તમારા પણ નહીં રહે.'

મદારી (20-06-2022)

કોંગ્રેસના દિગ્ગજ નેતા સુબોધ કાંત પાટિલે વડાપ્રધાન મોદી માટે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. રાહુલ ગાંધી ઉપર ઈડીના દરોડાના વિરોધ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે,'વડાપ્રધાન જો હિટલરના રસ્તે ચાલશે તો તેમનું મોત પણ હિટલર જેવું જ થશે.' ઝારખંડમાં પણ ઈડીના દરોડા વિશે તેમણે કહ્યું કે, 'વડાપ્રધાન મોદી મદારીની જેમ આવ્યા અને સમગ્ર દેશને આવીને સરમુખત્યારની જેમ ભરડામાં લીધો છે.'

મીઠામાં દાટી દઈશું (04-02-2022)

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન વારાણસીના પીંડારાના ઉમેદવાર અજય રાયે વડાપ્રધાન મોદી અને સીએમ યોગી બંને વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેમણે એક સભાના સંબોધન દરમિયાન જણાવ્યું કે, 'મીઠાનો કોથળો તૈયાર રાખો. સાતમી તારીખે મોદી અને યોગીને તે કોથળમાં પૂરીને જમીનમાં દાટી દઈશું. મીઠાનો આનાથી વધારે સારો ઉપયોગ થઈ શકે તેમ નથી.'

અંગુઠાછાપ (18-10-2021)

કર્ણાટક વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન કર્ણાટક કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિવાદિત પોસ્ટ મુકવામાં આવી હતી. તેમાં વડાપ્રધાન મોદીને અંગુઠાછાપ કહેવાયા હતા. જેમાં લખ્યું હતું કે, 'કોંગ્રેસે સ્કૂલો બનાવી પણ વડાપ્રધાન મોદી તેમાં ભણવા ન ગયા. કોંગ્રેસે પ્રૌઢ શિક્ષણની પણ વ્યવસ્થા કરી છતાં તેઓ તેમાં પણ શીખવા માટે ન ગયા. જે લોકો ઉપર ભીખ માંગવાનો પ્રતિબંધ હતો તેમણે આમને ચૂંટ્યા છે તેણે જ હવે દેશના લોકોને ભીખ માંગતા કરી દીધા છે. પીએમ મોદીના કારણે દેશ ભોગવી રહ્યો છે. #અંગુઠાછાપ'

આ પણ વાંચો: મણિપુરમાં હિંસા ભડક્યા બાદથી PM મોદીએ 22 દેશોનો પ્રવાસ કર્યો પણ અહીં ધરાર ના ગયા


ઈતિહાસના ક્રૂર વડાપ્રધાન (22-12-2020)

કોંગ્રેસના નેતા અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મોદીને દેશના સૌથી ક્રૂર વડાપ્રધાન કહ્યા હતા. તેમણે 'X' પર લખ્યું હતું કે, 'સુટ-બુટવાળા ફકીર તમારી આંખો ક્યારે ખુલશે. મોદીજી તમે ભારતના ઈતિહાસના સૌથી ક્રૂર વડાપ્રધાન છો. તમારી સરકારના હાથ અન્નદાતાઓના લોહીથી ખરડાયેલા છે. જરા પણ નૈતિક્તા વધી હોય તો ત્રણેય કાળા કાયદા પાછા ખેંચી લો.'

ગોડસે સાથે સરખામણી (13-02-2020)

છત્તીસગઢ કોંગ્રેસના નેતા પી. એલ. પુનિયાને પીએમ મોદીને ગોડસે ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'વડાપ્રધાન મોદી અને ગોડસે એક જેવા જ છે. તેઓ પહેલાં માથુ તમાવી વંદન કરે છે અને પછી હુમલો કરે છે. પીએમ મોદી પહેલી વખત સાંસદ અને પીએમ બન્યા ત્યારે સીડીઓને વંદન કર્યા હતા અને ત્યારબાદ સતત દેશની વ્યવસ્થા ઉપર પ્રહાર કરી રહ્યા છે. નાથુરામ ગોડસેએ પણ ગાંધીજીની હત્યા કરતા પહેલાં તેમને નમન કર્યા હતા. બંને એક જ સંસ્કૃતિના માણસો છે.'

ખિસ્સાકાતરુ (15-10-2019)

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ  વડાપ્રધાન મોદીને ખિસ્સાકાતરું કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'નરેન્દ્ર મોદી અંબાણી અને અદાણીના ભોંપુ છે. તેમનું કામ લોકોને બેધ્યાન કરીને તેમના ખિસ્સા કાપી લેવાનું છે. તેઓ ખિસ્સા કાતરુંની જેમ લોકોનું ધ્યાન બીજે દોરે છે અને ત્યારબાદ તેમના પૈસા ચોરીને કેટલાક ઉદ્યોગપતિઓને આપી દે છે.'

નાલાયક દીકરો (25-11-2018)

કોંગ્રેસી નેતા જિગ્નેશ મેવાણીએ મોદીને નાલાયક દીકરો કહ્યા હતા. રાહુલ ગાંધીના સમર્થનમાં આવેલા જિગ્નેશ મેવાણીએ 'X'પર લખ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નાલાયક દીકરો છે. પોતાના નોટબંદીના નિર્ણયને જસ્ટિફાય કરવા માટે તેમણે પોતાની 90 વર્ષની માતાને પણ લાઈનમાં ઊભી રાખી હતી.'

ચોકીદાર જ ચોર છે... (20-09-2018)

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના ડુંગરપુરમાં એક રેલીને સંબોધન કરવા દરમિયાન જણાવ્યું હતું કે, 'નરેન્દ્ર મોદી કહેતા હતા કે, મારે દેશના વડાપ્રધાન નથી બનવું, મારે તો દેશના ચોકીદાર બનવું છે. આજે દેશના લોકોના મનમાં અને ખાસ કરીને રાજસ્થાનવાસીઓના મનમાં એક નવી લાગણી આવી છે કે, ગલી ગલીમાં શોર છે... હિન્દુસ્તાનનો ચોકીદાર જ ચોર છે.'

ઝેરી સાપ, રાવણ, મદારી, ચોકીદાર, ચોર... એક દાયકામાં PM મોદીને 100થી વધુ વખત અપશબ્દો કહેવાયા 2 - image



Google NewsGoogle News