રામનગરનું નામ બદલશે કોંગ્રેસ સરકાર, કર્ણાટકના નેતાઓની માગના પગલે સિદ્ધારમૈયાની જાહેરાત

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
રામનગરનું નામ બદલશે કોંગ્રેસ સરકાર, કર્ણાટકના નેતાઓની માગના પગલે સિદ્ધારમૈયાની જાહેરાત 1 - image


Image Source: Twitter

Ramnagar Name Change: કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર રામનગર જિલ્લાનું નામ બદલવાની તૈયારી કર રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કેબિનેટ બેઠકમાં રામનગરનું નામ બદલીને બેંગલુરુ સાઉથ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યા છે. બુધવારે તેમણે આ નિર્ણયની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ રાજ્યના ડેપ્યુટી સીએમ શિવકુમાર સહીત અનેક નેતાઓએ સીએમ સાથે મુલાકાત કરી નામ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 

નામ બદવાનો નિર્ણય કેબિનેટ દ્વારા કરવામાં આવશે

મીડિયા અહેવાલ પ્રમાણે સિદ્ધારમૈયાનું કહેવું છે કે, જિલ્લાનું નામ બદવાનો નિર્ણય કેબિનેટ દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ડીકે શિવકુમારની આગેવાનીમાં રામનગર જિલ્લાના નેતા આવ્યા અને મારી સાથે મુલાકાત કરી હતી. તેમણે જિલ્લાનું નામ બેંગલુરુ સાઉથ કરવા પર વાત કરી. મેં તેમને કહ્યું કે, આ અંગે નિર્ણય કેબિનેટ દ્વારા કરવામાં આવશે અને હું કેબિનેટમાં પ્રસ્તાવ રાખીશ.

એક અહેવાલ પ્રમાણે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તામાં આવવા પર નામ બદલવાની સંભાવનાઓ પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, જો અમે નામ બદલીશું તો પછી તે તેને બદલવા કે હટાવવા માટે બીજી વખત સત્તામાં નહીં આવશે. લોકોએ અમને ચૂંટ્યા છે. તેઓ નહીં કહી શકે કે, તેઓ સત્તામાં આવશે. શું એચડી કુમારસ્વામી કે ભાજપને જનતાનો આશીર્વાદ મળ્યો છે?

મંગળવારે ડેપ્યુટી સીએમ શિવકુમારે જણાવ્યું કે, જિલ્લાના નેતાઓના એક પ્રતિનિધિમંડળે રામનગર જિલ્લાનું નામ બેંગલુરુ સાઉથ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ ક્ષેત્ર બેંગલુરુ ક્ષેત્રમાં આવે છે જેને બાદમાં બેંગલુરુ શહેર, બેંગલુરુ ગ્રામીણ, અને રામનગર જિલ્લામાં વહેંચી દેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આવું વહીવટી કારણોસર કરવામાં આવ્યું હતું. 


Google NewsGoogle News