Get The App

હવે નોટ સામે વોટની તાકાત વધશે...' ચૂંટણી બોન્ડના 'સુપ્રીમ' ચુકાદા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા

- મોદી સરકાર ડોનેશન આપનારાઓને વિશેષાધિકાર આપી રહી છે અને અન્નદાતાઓ પર અત્યાચાર કરી રહી છે: જયરામ રમેશ

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
હવે નોટ સામે વોટની તાકાત વધશે...' ચૂંટણી બોન્ડના 'સુપ્રીમ' ચુકાદા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા 1 - image

image : Twitter



નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર

Supreme Court strikes down electoral bond scheme: સુપ્રીમ કોર્ટે આજે તાત્કાલિક અસરથી ચૂંટણી બોન્ડ સ્કીમ પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમકોર્ટે ચૂંટણી બોન્ડ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું હતું કે મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધારણીય છે. સરકારને પૈસા ક્યાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે. ચૂંટણી બોન્ડ પર અમે રોક લગાવી રહ્યા છીએ. CJI DY ચંદ્રચુડની બેન્ચે આ યોજનાને ગેરબંધારણીય જાહેર કરી છે. હવે આ ચુકાદા પર કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલો આ નિર્ણય આવકારદાયક છે. આ નિર્ણયના કારણે 'નોટ સામે વોટની તાકાત વધશે'.

જયરામ રમેશે કરી ટ્વિટ 

જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, સુપ્રીમ કોર્ટે મોદી સરકારની બહુપ્રચારિત ચૂંટણી બોન્ડ સ્કીમને સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાની સાથે-સાથે ભારતના બંધારણનું ઉલ્લંઘન ગણાવ્યું છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહેલ આ નિર્ણય ખૂબ જ સ્વાગત યોગ્ય છે અને તે નોટ સામે વોટની તાકાતને મજબૂત કરશે. મોદી સરકાર ડોનેશન આપનારાઓને વિશેષાધિકાર આપી રહી છે અને અન્નદાતાઓ પર અત્યાચાર કરી રહી છે. 

VVPATના મુદ્દા પર ધ્યાન આપશે સુપ્રીમ કોર્ટ: જયરામ રમેશ

જયરામ રમેશે કહ્યું કે, અમને આશા છે કે, સુપ્રીમ કોર્ટ એ બાબત પર ધ્યાન આપશે કે, ચૂંટણી આયોગ સતત વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલના મુદ્દે રાજકીય પાર્ટી સાથે મુલાકાત કરવાનો પણ ઈનકાર કરી રહ્યુ છે. જો મતદાન પ્રક્રિયામાં બધું પારદર્શી છે તો આટલી જિદ શા માટે?

સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ સ્કીમ રદ કરી

સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધી છે. કોર્ટે કહ્યું કે સરકારની દલીલ હતી કે આ યોજનાથી કાળા નાણા પર અંકુશ આવશે. પરંતુ આ દલીલ લોકોના જાણવાના અધિકારને અસર  નથી કરતી. આ સ્કીમ RTIનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે સરકારે દાતાઓની ગોપનીયતા જાળવવી જરૂરી માન્યું  પરંતુ અમે આ બાબત સાથે સહમત નથી.


Google NewsGoogle News