કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર, ખડગેએ ‘નારી ન્યાય ગેરન્ટી’ સહિત પાંચ મોટી જાહેરાત કરી
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ગરીબ પરિવારની મહિલાઓને એક લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત
આંગણવાડીના કાર્યકર્તાઓને દર મહિને મળતા કેન્દ્ર સરકારના યોગદાનને બમણું કરવાનું પણ કોંગ્રેસ વચન
Congress Manifesto : લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ આજે ‘નારી ન્યાય ગેરન્ટી’ હેઠળ પાંચ મોટી જાહેરાત કરી ચૂંટણી ઢંઢેરો જાહેર ક્યો છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનાં પાંચ વચનોમાં મહાલક્ષ્મી ગેરંટીનો પણ ઉલ્લેખ કરાયો છે. આ ગેરંટીમાં ગરીબ પરિવારની મહિલાઓને એક લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરાઈ છે.
कांग्रेस पार्टी आज “नारी न्याय” गारंटी की घोषणा करती है, इसके तहत कांग्रेस पार्टी महिलाओं के लिए देश में एक नया एजेंडा सेट करने जा रही है।
— Mallikarjun Kharge (@kharge) March 13, 2024
नारी न्याय गारंटी के अन्तर्गत कांग्रेस पार्टी 5 घोषणाएँ कर रही है, उसमें,
1️⃣ महालक्ष्मी गारंटी
इसके तहत सभी गरीब परिवार की एक महिला को… pic.twitter.com/eVAVFZGMDj
મહિલાઓને વાર્ષિક એક લાખ રૂપિયાની મદદ
ખડગેએ કહ્યું કે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના પ્રથમ ગેરેન્ટીમાં ‘મહાલક્ષ્મી ગેરેન્ટી’ની જાહેરાત કરી છે. આ ગેરન્ટી હેઠળ કોંગ્રેસ દરેક ગરીબ પરિવારની એક-એક મહિલાઓને વાર્ષિક એક લાખ રૂપિયાની મદદ કરશે.
નવી ભરતીઓમાં મહિલાઓનો અધિકાર
કોંગ્રેસની બીજી ગેરેન્ટી મુજબ ‘અડધી વસ્તીને સંપૂર્ણ હક્ક’ની ગેરેન્ટી અપાઈ છે. આમાં કેન્દ્ર સરકાર હસ્તક થતી ભરતીઓમાં અડધુ વધુ પદો પર મહિલાઓને અધિકાર આપવાનું વચન અપાયું છે.
આંગણવાડી કાર્યકર્તાઓને બમણો લાભ
લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસે આંગણવાડી સાથે સંકળાયેલા કર્મચારીઓ પર પણ ધ્યાને કેન્દ્રીત કર્યું છે. કોંગ્રેસે ત્રીજી ગેરેન્ટી ‘શક્તિનું સન્માન’ આપવાનું વચન આપ્યું છે. ખડગેએ ‘શક્તિનું સન્માન’ની ગેરેન્ટી જાહેર કરી આંગણવાડી, આશા અને મધ્યમ ભોજનના કાર્યકર્તાઓને દર મહિને મળતા પગારમાં કેન્દ્ર સરકારના યોગદાનને બમણું કરવાની જાહેરાત કરી છે.
દરેક પંચાયતમાં એક પૈરાલીગર નિમણૂક કરીશું
ખડગેએ ‘અધિકાર મૈત્રી છે’ નામની ચોથી ગેરેન્ટીની પણ જાહેરાત કરી છે. આ ગેરન્ટી હેઠળ કોંગ્રેસ મહિલાઓ વચ્ચે જાગરૂકતા ઉભી કરવાનો પ્રયાસ કરશે. તેમજ દરેક પંચાયતમાં એક પૈરાલીગર નિમણૂક કરશે અને તેમના અધિકાર ક્ષેત્રની રક્ષા ઉપરાંત મહિલાઓની મદદ પણ કરશે.
સાવિત્રીબાઈ ફુલે છાત્રાલયની સંખ્યા વધારી બમણી કરીશું
કોંગ્રેસે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું વચન આપવાની સાથે પાંચમી ગેરેન્ટી ‘સાવિત્રીબાઈ ફુલે છાત્રાલય’ની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ કોંગ્રેસભારત સરકારમાં કામ કરતી મહિલાઓ માટે જિલ્લા મથકે ઓછામાં ઓછું એક છાત્રાલય બનાવશે. કોંગ્રેસે દેશભરમાં આવા છાત્રાલયોની સંખ્યા બે ઘણી કરવાનું પણ વચન આપ્યું છે.
આદિવાસીઓના હિતમાં પણ કોંગ્રેસના છ સંકલ્પ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રમુખ ખડગેએ મંગળવારે કહ્યું હતું કે, ‘અમારી પાર્ટી જળ, જંગલ અને જમીનને બચાવવા પ્રતિબદ્ધ છે.’ આ ઉપરાંત તેમણે આદિવાસી સંબંધીત છ સંકલ્પો સુશાસન, સુધારણા, સુરક્ષા, સ્વ-શાસન, સ્વાભિમાન અને સબ પ્લાનની જાહેરાત કરી સંકલ્પોની વિગતો પણ રજુ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ પર હેશટેગ આદિવાસી સંકલ્પ (#AdivasiSankalp)નો પણ ઉલ્લેખ કર્યો હતો.