ચૂંટણી પહેલાં હરિયાણામાં સૌથી પહેલી રાજકીય હત્યા, રાઠી હત્યા અંગે CBI તપાસની કોંગ્રેસની માગણી
- આ તપાસ હાઇકોર્ટના સીટીંગ-જજ કે. નિવૃત્ત જજની નજર નીચે જ થવી જોઈએ તે નિધન કૈં કુદરતી ન હતું ? આર.એસ. કાંડીયન
ચંડીગઢ : ઇંડીયન નેશનલ લોકદળે (આઇએનએલડી) હરિયાણાના પ્રદેશ પ્રમુખ નાફેસિંઘ રાઠવાની હત્યાને રાજ્યમાં થયેલી સૌથી પહેલી રાજકીય હત્યા કહી છે. સાથે આ હત્યા અંગે હાઇકોર્ટના જજ કે. નિવૃત્ત જજની દેખરેખ નીચે સીબીઆઈ તપાસની માગણી કરી છે.
કોંગ્રેસના વરીષ્ઠ નેતા રઘુવીર સિંહ કાંડીયાને કહ્યું હતું કે રાઠીનું મૃત્યુ કૈં નૈસર્ગિક કારણોસર તો થયું જ નથી. તે તો રાજકીય હત્યા હતી અને હરિયાણાં જુદાં રાજ્ય તરીકે રચાયું (૧૯૬૬માં) તે પછી રાજ્યમાં થયેલી આ સૌથી પહેલી રાજકીય હત્યા છે.
આજે રાજ્યવિધાન સભામાં પોતાનો તે હત્યા વિષે આ પ્રમાણે આક્રોશ ઠાલવતાં કાંડીયન થોડા ભાવૂક બની ગયા હતા.
આજે રાજ્ય વિધાનસભામાં સત્ર શરૂ થયું. ગૃહે તાજેતરમાં જ નિધન પામેલા લોકસભાના પૂર્વ અધ્યક્ષ મનોહર જોષીને શ્રદ્ધાંજલિ અર્પી હતી, આ સાથે મુ.મં.નાં. નેતૃત્વ નીચે ગૃહે રાઠીને પણ શ્રદ્ધાંજલી અર્પી હતી.
તેઓને અર્પેલી શ્રદ્ધાંજલીમાં કહ્યું હતું કે રાઠી એક ખેડૂત કુટુમ્બમાંથી આવ્યા હતા અને અનેકવિધ જીવન સંઘર્ષ ખેડી તેઓ વિધાન સભા સુધી પહોંચ્યા હતા. રાઠી હત્યા કરનારાઓની ધરપકડ થવી જ જોઈએ અને તેમને સખતમાંથી સખત સજા થવી જોઈએ.
રાઠી જ્યારે તેઓની સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (એસ.યુ.વી.) કારમાં જતા હતા ત્યારે તેઓની સાથે એક આઈએનએલડી કાર્યકર પણ હતો ત્યારે હત્યારાઓએ કાર ઉપર ગોળીઓની બિછાર કરી હતી આ પછી તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેઓને નિધન પામેલા દર્શાવવામાં આવ્યા હતા.
લોકસભાની ચૂંટણી આડે જ્યારે માત્ર બે માસથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે તેમનાં થયેલાં મૃત્યુ સંદર્ભે વિપક્ષો સરકાર ઉપર તૂટી પડયા હતા અને આક્ષેપ કર્યો હતો કે હરિયાણામાં કાયદો અને વ્યવસ્થા તદ્દન ભાંગી પડયાં છે. આના ઉત્તરમાં મુ.મં. ખટ્ટરે કહ્યું હતું કે આ કેસમાં સંડોવાયેલાં એક પણ ગુનેહગારને છોડવામાં નહીં આવે. આ હત્યા અંગે રાજ્યના પૂર્વ વિધાયક ભાજપના નરેશ કૌશિક સહિત કુલ ૧૨ જણા ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો છે.