Get The App

'Donate for Desh' અભિયાન ચલાવતી કોંગ્રેસ પાસે પૈસા નથી? ADRના રિપોર્ટમાં સામે આવી પક્ષ-વિપક્ષની કમાણી

2014 થી 2022 સુધીના ADR ડેટા અનુસાર, આ 6 વર્ષમાં કોંગ્રેસની આવક 29 ટકા ઘટી છે

જ્યારે ભાજપની આવક બમણી થઈ છે

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
'Donate for Desh' અભિયાન ચલાવતી કોંગ્રેસ પાસે પૈસા નથી? ADRના રિપોર્ટમાં સામે આવી પક્ષ-વિપક્ષની કમાણી 1 - image


Congress Crowdfunding: કોંગ્રેસે 19 ડિસેમ્બરે પાર્ટીના 138મા સ્થાપના દિવસ પર ક્રાઉડ ફંડિંગ માટે 'ડોનેટ ફોર દેશ' અભિયાન શરૂ કર્યું હતુ. પ્રચારના હેતુ અંગે પક્ષના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસને આર્થિક મજબૂતી આપવા માટે ક્રાઉડ ફંડિંગની શરૂઆત કરવામાં આવી છે. જેથી પાર્ટીના ફંડને લઈને વિવિધ સવાલો ઉઠવા લાગ્યા છે કે શું કોંગ્રેસ પાસે ખરેખર આટલા ઓછા પૈસા છે કે કેમ? કોર્પોરેટ ફંડિંગ નથી મળી રહ્યું અને તેથી તેને ક્રાઉડ ફંડિંગ અભિયાન ચલાવવાની જરૂર પડી છે.

શું હોય છે ક્રાઉડફંડિંગ? 

ક્રાઉડફંડિંગ એટલે કોઈ નવા વ્યવસાયિક સાહસ કે સંસ્થાને ફંડ ભેગું કરવા માટે મોટી સંખ્યામાં લોકો પાસેથી નાની રકમનો ઉપયોગ છે. રોકાણકારો, ઉદ્યોગસાહસિકો, રાજકીય પક્ષો, સંગઠનો અને ઝુંબેશને મદદ કરવા માટે સોશિયલ મીડિયા તેમજ ક્રાઉડફંડિંગ વેબસાઇટ્સ દ્વારા લોકો સુધી પહોંચવું અને તેમની પાસેથી ફંડ ભેગું કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પડે છે. ક્રાઉડફંડિંગની મદદથી યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં ઘણી કંપનીઓ, સ્ટાર્ટઅપ, સંસ્થાઓ અને રાજકીય દળો સરળતાથી ફંડ એકઠું કરી શકે છે. નાની કંપની તેમજ સ્ટાર્ટઅપ માટે ક્રાઉડફંડિંગ ખૂબ જ કામની રીત છે.  

ADRના રિપોર્ટે આપી જાણકારી 

રાજકીય પક્ષોના કમાણીના આંકડા મુજબ ભારતીય જનતા પાર્ટીની આવક વધી છે જ્યારે કોંગ્રેસની કમાણી 29 ટકા ઘટી છે. 2014થી કોંગ્રેસની કમાણી 2022માં ઘટીને 541 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રાજકીય પક્ષોના ફંડિંગ પર નજર રાખનાર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

6 વર્ષમાં ઘટી કોંગ્રેસની કમાણી

ADRના રિપોર્ટ મુજબ, વર્ષ 2014-15માં કોંગ્રેસને રાજકીય ફંડ તરીકે રૂ. 765 કરોડ મળ્યા હતા, પરંતુ આગામી ત્રણ વર્ષમાં આ આવકમાં ઘટાડો થયો હતો. કોંગ્રેસને વર્ષ 2017-18માં માત્ર રૂ. 199 કરોડનું ફંડ મળ્યું હતું અને 2019 દરમિયાન 2020ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને 998 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું હતું અને તે પછીના એક વર્ષમાં ફરી ઘટાડો થયો હતો. 2021-22માં કોંગ્રેસને રાજકીય ફંડ દ્વારા 541 કરોડ રૂપિયા મળ્યા હતા.

6 વર્ષમાં બીજેપીની કમાણી

ADR રિપોર્ટ અનુસાર, વર્ષ 2014-15માં ભાજપે રાજકીય ફંડિંગ દ્વારા 970 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે 2017-18માં વધીને રૂ. 1027 કરોડ થઈ ગઈ. ચૂંટણી વર્ષ 2019-20માં આ કમાણી ત્રણ ગણી વધી અને 3623 કરોડ રૂપિયા ભાજપના ખાતામાં આવ્યા. જોકે, 2021-22માં ઘટાડો થયો હતો અને આ કમાણી રૂ. 1917 કરોડ રહી હતી. જો આ 6 વર્ષની સરેરાશ લઈએ તો ભાજપને મળતું રાજકીય ભંડોળ 2 ગણું વધી ગયું છે.

આ ડેટા પરથી કહી શકાય કે ભંડોળની બાબતમાં કોંગ્રેસ ખુબ જ પાછળ છે. વર્ષ 2021-22 સુધીના ડેટા જોવામાં આવે તો બીજેપીની સંપતિ રૂ. 6 હજાર કરોડથી વધુ છે. જયારે કોંગ્રેસની સંપતિની વાત કરીએ તો તે રૂ. 805 કરોડ જ છે. 

'Donate for Desh' અભિયાન ચલાવતી કોંગ્રેસ પાસે પૈસા નથી? ADRના રિપોર્ટમાં સામે આવી પક્ષ-વિપક્ષની કમાણી 2 - image


Google NewsGoogle News