કોંગ્રેસ નીતીશકુમારને ''કાકીડા'' સાથે સરખાવ્યા, કહ્યું : ''લોકો કદી તેની દગાખોરીને માફ નહીં કરે''

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ નીતીશકુમારને ''કાકીડા'' સાથે સરખાવ્યા, કહ્યું : ''લોકો કદી તેની દગાખોરીને માફ નહીં કરે'' 1 - image


- વાસ્તવમાં ભાજપ વિરોધી ગઠબંધનના નીતીશ જ મુખ્ય ઘડવૈયા હતા : તે ગઠબંધન લગભગ ખતમ થઈ ગયું છે : જયરામ રમેશ

નવી દિલ્હી : મહાગઠબંધન છોડી બિહારના મુખ્યમંત્રી પદેથી રવિવારે સવારે પોતાનું ભાગપત્ર આપનાર, નીતીશકુમારને, કોંગ્રેસે, તેમની વારંવાર પક્ષ-પલટા કરવાની આદતને કાકીડા સાથે સ્પર્ધા કરતી જણાવી હતી.

આ અંગે કોંગ્રેસમાં સંચાર વિભાગ સંભાળતા મહામંત્રી જયરામ રમેશે તેમના 'x' પોસ્ટ ઉપર ઉધડી લેતા લખ્યું હતું કે ''બિહારના લોકો તેમની દગાખોરી માટે નીતીશકુમારને કદી માફ નહીં કરે'' તેઓને વધુમાં લખ્યું, ''વાસ્તવમાં નીતીશકુમાર જ ભાજપ વિરોધી ગઠબંધનના મુખ્ય ઘડવૈયા હતા. પરંતુ જેડીયુએ બિહારમાં, ''આપે'' પંજાબમાં અને તૃણમૂલે બંગાળમાં મહાગઠબંધન છેડતા તે ગઠબંધન જ વાસ્તવમાં ખતમ થઈ ગયું છે. તે સર્વેના આગામી લોકસભાની ચૂંટણી ગઠબંધનના સભ્ય તરીકે નહીં, પરંતુ એકલે હાથે લડવા નિર્ણય કર્યો છે.''

જયરામ રમેશે વધુમાં લખ્યું : ''વારંવાર રાજકીય સાક્ષીઓ બદલનારા નીતીશકુમાર, વારંવાર રંગ બદલતા કાકીડા સામે સખતની સ્પર્ધા કરી રહ્યા છે, પરંતુ દગાખોરીના એક્ષપટર્સને બિહારની જનતા કદી માફ નહીં કરે. તે સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન અને ભાજપ. ''ભારત-જોડો-ન્યાય-યાત્રા''થી કહી ગયા છે તેથી જ લોકોનું ધ્યાન બીજે દોરવા આ રાજકીય ''નાટક'' ઊભું કરવામાં આવ્યું છે.''

નિરીક્ષકો કહે છે કે નીતીશકુમારના આ પગલાંઓ પટણા પાસેથી શાંત વહેતા ગંગાના જળમાં જેવા અચાનક વમળો ઉભા કરી દીધા છે. કેટલાક નિરીક્ષકો તો તેમ પણ કહે છે કે વાસ્તવમાં ભાજપે આવા ''રંગપલટુ''ને સાથ આપવો જ ન જોઈએ. તો કેટલાક વળી મેક્યાવેલિનું ડીકટમ્ ''એવરી વિંગ ઈઝ ફેર ઈન લવ એન્ડવોર'' યાદ આપે છે.

તે જે હોય તે પરંતુ ૨૦૨૪ની ચૂંટણીમાં ''ઈંડીયા'' ગઠબંધનને ગજબનો ફટકો પડી જશે તે નિશ્ચિત લાગે છે. તેથી ઈંડીયા ગઠબંધનમા મુખ્ય પક્ષ કોંગ્રેસ અને તેના નેતાઓ ધુંધવાય તે સહજ છે.


Google NewsGoogle News