Get The App

Rajasthan Election 2023 : 'રાજસ્થાનમાં ફરી બનશે કોંગ્રેસની સરકાર', પ્રદેશ અધ્યક્ષે કર્યો દાવો

આવતીકાલે આવશે અક્ઝિટ પોલના આંકડા

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
Rajasthan Election 2023 : 'રાજસ્થાનમાં ફરી બનશે કોંગ્રેસની સરકાર', પ્રદેશ અધ્યક્ષે કર્યો દાવો 1 - image


રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો જ વિજય થશે, તેવો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાએ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, આ વખતની રાજસ્થાનની ચૂંટણીમાં રાજસ્થાનના સુશાસન પર યોજાઈ હતી. બજેટ અને શરૂ કરાયેલી મુખ્ય યોજનાઓ મુખ્ય મુદ્દાઓ હતા. આ માત્ર રાજસ્થાનમાં જ નહીં, સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય હતો. ભાજપ આંતરિક કલહમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેણે રાજસ્થાનના લોકોને લગતી કોઈપણ ચિંતાઓ વ્યક્ત કરી નથી, તેથી કોંગ્રેસની તરફેણમાં મતદાન થયું છે. કોંગ્રેસ ફરી સત્તામાં આવશે.

રાજસ્થાનમાં 74.13 ટકા મતદાન

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું 25 નવેમ્બરે મતદાન થયું હતું, રાજ્યના મતદારોએ ગત વર્ષ કરતા આ વર્ષે 74.13 ટકા મતદાન કર્યું હતું. નવી સરકારની પસંદગી કરવા માટે 74.72 ટકા મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે 74.53 ટકા પુરુષોએ પણ મતદાન કર્યું હતું. રાજસ્થાનની 15મી વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

આવતીકાલે આવશે અક્ઝિટ પોલ

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીનું ત્રીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થાય તે પહેલા આવતકાલે એક્ઝિટ પોલ સામે આવશે. એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ રાજ્યનો તાજ કયા પક્ષના શિરે જશે, તેનો અંદાજ પણ સામે આવી જશે. 200 વિધાનસભા બેઠકો ધરાવતા રાજસ્થાનમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. રાજસ્થાનમાં અગાઉ 2018માં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, જ્યારે 2013ની ચૂંટણીમાં ભાજપની બહુમતી સાથે જીતી હતી.



Google NewsGoogle News