કોંગ્રેસના લોકસભા ઉમેદવારોની નવમી યાદી, જાણો કોને ક્યાંથી ટિકિટ? કુલ 211 નામ જાહેર કરી દેવાયા

આ વખતે કોંગ્રેસે રાજસ્થાન અને કર્ણાટકના કુલ 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસના લોકસભા ઉમેદવારોની નવમી યાદી, જાણો કોને ક્યાંથી ટિકિટ? કુલ 211 નામ જાહેર કરી દેવાયા 1 - image


Lok Sabha Elections 2024 | દેશમાં લોકસભા ચૂંટણી 2024નું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા છે. એક પછી એક પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આ ક્રમમાં કોંગ્રેસે ઉમેદવારોની 9મી યાદી બહાર પાડી. ચાલો જાણીએ આ યાદીમાં કોના નામા સામેલ છે? કોંગ્રેસે અત્યાર સુધીમાં 211 ઉમેદવારોને ટિકિટ આપી છે.

ક્યાં ક્યાં કોને કોને ટિકિટ મળી? 

આ નવમી યાદીમાં કોંગ્રેસે રાજસ્થાન અને કર્ણાટકમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ કર્ણાટકમાં ત્રણ અને રાજસ્થાનમાં 2 સીટો માટે યાદી જાહેર કરી છે. પાર્ટીએ રાજસ્થાનના ભીલવાડાથી પોતાનો ઉમેદવાર પણ બદલ્યો છે. પૂર્વ વિધાનસભા સ્પીકર સીપી જોશી હવે ભીલવાડાથી ચૂંટણી લડશે. અગાઉ દામોદર ગુર્જરને ભીલવાડાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને રાજસમંદ ખસેડવામાં આવ્યા છે.

દામોદર ગુર્જર રાજસમંદથી ચૂંટણી લડશે

દામોદર ગુર્જર રાજસ્થાનની રાજસમંદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અગાઉ કોંગ્રેસે રાજસમંદથી સુદર્શન સિંહ રાવતને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેમણે ટિકિટ પરત કરી હતી. જેના કારણે કોંગ્રેસે ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હતો. પાર્ટીએ કર્ણાટકના બેલ્લારીથી ઇ તુકારામ, ચામરાજનગરથી સુનીલ બોઝ અને ચિક્કાબલ્લાપુરથી રક્ષા રામૈયાને ટિકિટ આપી છે.

કોંગ્રેસે કોલારથી વધુ એક ઉમેદવારનું નામ જાહેર કર્યું 

નવમી યાદી જાહેર કર્યા બાદ થોડા સમય બાદ કોંગ્રેસે ફરી એકવાર ટ્વિટ કરીને કર્ણાટકની 28- કોલાર (SC) લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. અહીંથી કે.વી.ગૌતમને ચૂંટણી મેદાને ઉતારવામાં આવશે. 

કોંગ્રેસના લોકસભા ઉમેદવારોની નવમી યાદી, જાણો કોને ક્યાંથી ટિકિટ? કુલ 211 નામ જાહેર કરી દેવાયા 2 - image


Google NewsGoogle News