Get The App

BREAKING : કોંગ્રેસે 46 ઉમેદવારોના નામની ચોથી યાદી કરી જાહેર, વારાણસીથી અજય રાય ચૂંટણી લડશે

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News

BREAKING : કોંગ્રેસે 46 ઉમેદવારોના નામની ચોથી યાદી કરી જાહેર, વારાણસીથી અજય રાય ચૂંટણી લડશે 1 - image

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જણાવી દઈએ કે, કોંગ્રેસે પહેલી યાદીમાં 39 ઉમેદવાર, બીજી યાદીમાં 43 ઉમેદવારો અને ત્રીજી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ, કોંગ્રેસે અત્યાર સુધીમાં 185 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં મધ્યપ્રદેશમાં દિગ્વિજય સિંહને રાજગઢથી ટિકિટ અપાઈ છે. જ્યારે વારાણસીમાં વડાપ્રધાન મોદીની સામે અજય રાયને ઉતારાયા છે.

અમેઠી અને રાયબરેલીમાં હજુ સુધી ઉમેદવારોના નામનું એલાન નથી થયું. કોંગ્રેસે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં 9 ઉત્તરપ્રદેશથી અને 12 મધ્યપ્રદેશથી ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. તો આસામ, અંદામાન, ચંદીગઢ, મિઝોરમ અને બંગાળથી 1-1 ઉમેદવાર જાહેર કરાયા છે. જમ્મુ કાશ્મીર, મણિપુર અને ઉત્તરાખંડથી 2-2 ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. રાજસ્થાનથી 3, મહારાષ્ટ્રથી 4 અને તામિલનાડુથી 7 ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે.

BREAKING : કોંગ્રેસે 46 ઉમેદવારોના નામની ચોથી યાદી કરી જાહેર, વારાણસીથી અજય રાય ચૂંટણી લડશે 2 - image

BREAKING : કોંગ્રેસે 46 ઉમેદવારોના નામની ચોથી યાદી કરી જાહેર, વારાણસીથી અજય રાય ચૂંટણી લડશે 3 - image


કોંગ્રેસના 39 ઉમેદવારોની પહેલી યાદી જોવા અહીં ક્લિક કરો

કોંગ્રેસના 43 ઉમેદવારોની બીજી યાદી જોવા અહીં ક્લિક કરો

કોંગ્રેસના 57 ઉમેદવારોની ત્રીજી યાદી જોવા અહીં ક્લિક કરો


દેશમાં 543 બેઠકો પર 7 તબક્કામાં ચૂંટણી થશે

ભારતના ચૂંટણી પંચ તરફથી દેશભરની 543 બેઠકો પર 7 તબક્કાઓમાં ચૂંટણી કરાવવાનો કાર્યક્રમ જાહેર કરાઈ ચૂક્યો છે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલ, 2024એ થશે, જ્યારે 7માં અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થશે. તમામ બેઠકોના ચૂંટણી પરિણામ એક સાથે 4 જૂન, 2024ના રોજ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજિસ્ટર્ડ (Total Voters Registered) થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.



Google NewsGoogle News