Get The App

1991ની ઈચ્છા છેક 2024માં પૂરી થઈ, ચંડીગઢથી કોંગ્રેસની ટિકિટ મળવા પર શું બોલ્યા દિગ્ગજ નેતા

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
1991ની ઈચ્છા છેક 2024માં પૂરી થઈ, ચંડીગઢથી કોંગ્રેસની ટિકિટ મળવા પર શું બોલ્યા દિગ્ગજ નેતા 1 - image


Lok Sabha Elections 2024: દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, તમામ પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પોતાની ખોવાયેલી વિશ્વસનીયતા પાછી મેળવવા માટે પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસ ખૂબ વિચાર વિમર્શ કરીને ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી રહ્યા છે. આ વખતે પક્ષે ચંડીગઢ બેઠકથી (Chandigarh Lok Sabha) કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારી (Manish Tewari)ને મેદાને ઉતાર્યા છે. 

આખરે મનીષ તિવારીની ઈચ્છા પૂરી થઈ

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ચંડીગઢ બેઠકથી મનીષ તિવારીને ઉમેદવાર બનાવ્યો છે. વર્ષ 1991થી મનીષ તિવારી ચંડીગઢથી ટિકિટની માંગ કરી રહ્યા હતા. પરંતુ તેમને અહીંથી ટિકિટ મળી ન હતી. જો કે, તેમની આ ઈચ્છા 2024ની ચૂંટણીમાં પૂરી થઈ છે.

ટિકિટ મળવા પર પાર્ટીના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો

ચંડીગઢથી ટિકિટ મળતાં મનીષ તિવારીએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમજ કોંગ્રેસના નેતાઓ રાજીવ શુક્લા અને પ્રિયંકા ગાંધી વાડ્રાનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતુ કે, 'મારો જન્મ ચંડીગઢમાં થયો હતો અને સ્કૂલ અને કોલેજનો અભ્યાસ અહીંથી કર્યો હતો.'

ભાજપે દિગ્ગજ નેતા સંજય ટંડને ટિકિટ આપી

ઉલ્લેખનીય છે કે, ભાજપે ચંડીગઢથી દિગ્ગજ નેતા સંજય ટંડન (Sanjay Tandon)ને ઉમેદવાર જાહેર કર્યા છે. હાલમાં તેઓ હિમાચલ પ્રદેશ ભાજપના સહ-પ્રભારી છે તેમજ ચંડીગઢમાં સંગઠનને મજબૂત કરવા માટે તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. સંજય ટંડનના પિતાનું નામ બલરામજી દાસ ટંડન છે, પંજાબમાં ભાજપના વરિષ્ઠ નેતાઓમાં તેમની ગણતરી થાય છે. તેઓ ચંડીગઢ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

ચંડીગઢ લોકસભા બેઠકનું સમીકરણ

વર્ષ 2014માં ચંડીગઢ બેઠક પરથી ભાજપના કિરણ ખેર 1 લાખ 91 હજાર 362 મતથી જીત મેળવી હતી. તો કોંગ્રેસના પવન બંસલ બીજા નંબર પર રહ્યા હતા. તેમને 1 લાખ 21 હજાર 720 મત મળ્યા હતા. તો ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુલકીરત કૌર પનાગને 1 લાખ 8 હજાર 679 મત મળ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર કિરણ ખેર 2 લાખ 31 હજાર 188 મત મેળવીને જીત્યા હતા. કોંગ્રેસના પવન કુમાર બંસલને 1 લાખ 84 હજાર 218 વોટ મળ્યા અને AAPના હરમોહન ધવનને 13781 મત મળ્યા હતા.

1991ની ઈચ્છા છેક 2024માં પૂરી થઈ, ચંડીગઢથી કોંગ્રેસની ટિકિટ મળવા પર શું બોલ્યા દિગ્ગજ નેતા 2 - image

https://www.gujaratsamachar.com/election-2024


Google NewsGoogle News