Get The App

'અહીં અહંકાર નહીં ચાલે, વિનમ્રતા જોઈશે...' અમેઠીથી ભવ્ય જીત બાદ કોંગ્રેસ ઉમેદવાર કિશોરી લાલ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
'અહીં અહંકાર નહીં ચાલે, વિનમ્રતા જોઈશે...' અમેઠીથી ભવ્ય જીત બાદ કોંગ્રેસ ઉમેદવાર કિશોરી લાલ 1 - image


Image Source: Twitter

Lok Sabha Election Results 2024: લોકસભા ચૂંટણી બાદ આજે દેશભરમાં મતગણતરી થઈ રહી છે. અત્યાર સુધીના વલણોમાં NDA સરકાર બનતી નજર આવી રહી છે. ભાજપના નેતૃત્વ વાળા આ ગઠબંધનને લગભગ 300 બેઠકો મળતી નજર આવી રહી છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના વલણો તમામને ચોંકાવી રહ્યા છે. 

કિશોરી લાલ શર્માને બમ્પર લીડ

ઉત્તર પ્રદેશની હાઈપ્રોફાઈલ અમેઠી બેઠકના વલણો પણ ચોંકાવનારા રહ્યા છે. અહીં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર કોંગ્રેસના ઉમેદવાર અને ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્માને બમ્પર લીડ મળી રહી છે. બપોર સુધીમાં આ બેઠક પરથી કિશોરી લાલે લગભગ એક લાખ મતોની લીડ મેળવી લીધી હતી. ગાંધી પરિવારની ભૂમિ છે અમેઠી

ભવ્ય જીત બાદ બાદ કોંગ્રેસ ઉમેદવાર કિશોરી લાલે કહ્યું કે, અમેઠીના લોકોની સાથે-સાથે સપા અને કોંગ્રેસ ગઠબંધનના લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. મારી જીતનું ક્રેડિટ ગાંધી પરિવારને જાય છે. તેઓ દરેક પગલે મારી સાથે ઉભા રહ્યા. અમેઠી ગાંધી પરિવારની ભૂમિ છે કિશોરી લાલ શર્માની નહીં. 

સપા-કોંગ્રેસ ગઠબંધનનો કમાલ

કિશોરી લાલ શર્માને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમારા આ પ્રદર્શનનું રહસ્ય શું છે? તો આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, અમેઠીમાં વિનમ્રતા ચાલશે, અહંકાર નહી. રાજીવ ગાંધી જ્યારે પણ અહીં હતા ત્યારે તેઓ હંમેશા લોકો સાથે વિનમ્રતાથી વાતચીત કરતા હતા. સાચા અર્થમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રસના ગઠબંધને અમેઠીમાં મને ખૂબ સાથ આપ્યો. જોકે, મારી જીતનો સંપૂર્ણ શ્રેય પ્રિયંકા ગાંધીને જાય છે.

લોકસભા ચૂંટણી 2024માં બેઠકોની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાજ્ય છે. અહીંની 80 લોકસભા બેઠકો નક્કી કરે છે કે કેન્દ્રમાં કોણ સત્તા સંભાળશે. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા દરમિયાન અમેઠી ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે. અમેઠી લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસે ગાંધી પરિવારના વિશ્વાસુ કિશોરલાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે.


Google NewsGoogle News