એકઝિટ પોલની ઐસી તૈસી, એમપીના બાલાઘાટમાં કોંગ્રેસના ઉમેદવારે દોઢ લાખ લાડુનો ઓર્ડર આપ્યો
બાલાઘાટમાં ઉમેદવારે ૧ લાખ મતોથી જીતવાનો દાવો કર્યો
એકઝિટ પોલ પછી વાસ્તવિક પરિણામો પર સૌની નજર
બાલાકોટ, ૩ જુન,૨૦૨૪,સોમવાર
૪ જુન મંગળવારના રોજ ૫૪૩ લોકસભા ચુંટણીના પરિણામ પર સૌ મીટ માંડીને બેઠા છે. એકઝિટ પોલના પરિણામોની ઉત્સુકતા પુરી થયા પછી હવે ખરેખર શું પરિણામ આવે છે તેના પર મદાર છે. ભાજપ હોય કે કોંગ્રેસ દરેક રાજકીય પક્ષનો ઉમેદવાર પોતાની જીત માટે આશાન્વિત છે કારણ કે ચુંટણી હંમેશા જીતવા માટે લડવાની હોય છે. મીઠાઇઓ ઉપરાંત ઢોલ નગારા તથા બેંડના પણ ઓર્ડર આપવામાં આવી રહયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એમપીના બાલાઘાટમાં કોંગ્રેસના ઉમેદવારે ૧ લાખ મતોથી જીતવાનો દાવો કર્યો હતો એટલું જ નહી એક હોટલમાં દોઢ લાખ લાડુનો ઓર્ડર પણ આપ્યો છે. રાજનાંદગાંવમાં એક બેંડ પાર્ટીેને બુક કરવામાં આવી છે. આમ મીઠાઇ, ફૂલહાર અને બેન્ડ બાજાનું બજાર ગરમ જોવા મળે છે. એકઝિટ પોલમાં ભાજપ અને તેમના સહયોગીઓને ૩૫૦ થી ૪૦૦ નજીક જેટલી બેંઠકો મળવાનો વિવિધ એકઝિટ પોલમાં વરતારો આપવામાં આવ્યો હતો આ વરતારાને ફગાવીને કોંગ્રેસ તથા તેમના સહયોગીઓ જીત માટે આશાવાદી છે. એકઝિટ પોલને મનોબળ તોડવાનો પેંતરો ગણીને ૪ જુન સુધી વાસ્તવિક પરિણામની રાહ જોવાની સલાહ આપી છે.