અતીક અહેમદને કોંગ્રેસ ઉમેદવારે શહીદ ગણાવી ભારતરત્ન આપવાની માંગણી કરી, પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
- શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપ મિશ્રા અંશુમને જણાવ્યું કે, રજ્જુનું આ નિવેદન તેમનું અંગત છે
પ્રયાગરાજ, તા. 19 એપ્રિલ 2023, બુધવાર
માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાએ આખા દેશમાં સનસની ફેલાવી રાખી છે. આ ઘટના બાદ દરેક આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતાનો એક વીડિયો વાયરલ છે જેમાં તે માફિયા અતીક અહેમદને ભારત રત્ન આપવાની માંગ કરતા નજર આવી રહ્યા છે. આ નિવેદનથી તેમણે માત્ર તેમની જ મુશ્કેલીઓ નથી વધારી પરંતુ પાર્ટીની પણ મુશ્કેલી વધારી દીધી છે.
કોંગ્રેસના કાઉન્સિલર ઉમેદવાર રાજકુમાર ઉર્ફે રજ્જુ ભૈયાએ અતીક અહેમદને શહીદ ગણાવીને ભારત રત્નની માંગણી કરી હતી. પાર્ટીએ તેમને છ વર્ષ માટે હાંકી કાઢ્યા છે અને તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.
કોંગ્રેસે આઝાદ સ્ક્વેર વોર્ડ નંબર 43માંથી પાર્ટીના ઉમેદવાર રાજ કુમાર સિંહ રજ્જુને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપ મિશ્રા અંશુમને જણાવ્યું કે, રજ્જુનું આ નિવેદન તેમનું અંગત છે, પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. શિસ્તભંગના પગલાં લઈને પાર્ટીએ રજ્જુની કોર્પોરેટર ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.