મધ્ય પ્રદેશની આ બેઠક પર કોંગ્રેસે NOTA ને વોટ આપવાની અપીલ કેમ કરી? કહ્યું- ભાજપને સબક શીખવાડો
Image Twitter |
Lok Sabha Elections 2024: મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી (MP Congress) નાગરિકોને NOTA બટન દબાવવાની અપીલ કરી રહી છે. પાર્ટીનો દાવો છે કે, ભાજપને સબર શિખવાડવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ મામલો કોંગ્રેસના ઉમેદવારને પાર્ટી છોડવા સાથે જોડાયેલો છે. ઈન્દોર લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર અક્ષય કાંતિ બમે છેલ્લા દિવસે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછી ખેંચી લીધુ હતું. અને ભાજપમાં જોડાઈ ગયો હતો, જેના કારણે કોંગ્રેસ ધુઆપુઆ થઈ હતી.
પાર્ટી કોઈપણ ઉમેદવારને સમર્થન નહીં આપે: જીતુ પટવારી
આ સંદર્ભમાં કોંગ્રેસે NOTAનો પ્રચાર કરવાનો નિર્ણય કર્યો છે. એમપી કોંગ્રેસ ચીફ જીતુ પટવારીએ કહ્યું છે કે, પાર્ટી કોઈપણ ઉમેદવારને સમર્થન નહીં આપે. ભાજપને પાઠ ભણાવવા તેમણે લોકોને NOTA મતનો રેકોર્ડ બનાવવા વિનંતી કરી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન વર્માએ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે,
અમારા કોંગ્રેસ ઉમેદવારને કેટલાક લોકોએ ચોરી લીધો છે. એ લોકોએ તમને તમારા મતના અધિકારથી વંચિત રાખ્યા છે. જો તમારે આ ચોરોને પાઠ ભણાવવો હોય તો NOTA બટન દબાવો અને લોકશાહી બચાવો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શોભા ઓઝાએ કહ્યું કે,
ઈન્દોરના મતદારોએ છેલ્લે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડી હતી. તેમ છતાં ભાજપે અક્ષય કાંતિ બોમ્બની ખોટી રીતે લાલચ આપીને લોકશાહીની હત્યા કરી. એટલે મતદારોએ NOTA નો વિકલ્પ પસંદ કરીને ભાજપને યોગ્ય જવાબ આપવો જોઈએ.
કોંગ્રેસે છેલ્લા 35 વર્ષમાં અહીં એક પણ વખત જીતી શકી નથી
ઈન્દોર લોકસભા બેઠક પર કોંગ્રેસે છેલ્લા 35 વર્ષમાં એક પણ વખત જીતી શકી નથી, અને આ પહેલીવાર છે, જ્યારે પાર્ટી આ બેઠક પર પોતાનો ઉમેદવાર પણ ઉતારી શકી નથી. અક્ષયના ભાજપ છોડ્યા બાદ કોંગ્રેસે તેમની જગ્યાએ અન્ય ઉમેદવારને ઉભા રાખવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી.
કોંગ્રેસના NOTA અભિયાન પર ભાજપે જવાબ આપતાં મધ્ય પ્રદેશ ભાજપ ચીફ વીડી શર્માએ કહ્યું કે, લોકોને NOTAને દબાવવા માટે ઉશ્કેરવા એ લોકશાહીમાં ગુનો છે. ઈન્દોરમાં 13 મેના રોજ ચોથા તબક્કાની લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.