ભાજપ કે કોંગ્રેસ... સૌથી વધુ પૈસાદાર અને ગુનાહિત છાપ ધરાવતા રાજ્યસભા ઉમેદવાર કઈ પાર્ટીના? ADRએ જાહેર કર્યા આંકડા
Rajya Sabha Candidates Criminal Cases : રાજ્યસભાની 56 બેઠકો ખાલી થઈ રહી છે. 15 રાજ્યોની આ બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. 56 બેઠકો માટે કુલ 59 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી સંબંધિત ડેટા એનાલિસિસ કરનારી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ 58 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ કર્યું છે. જોકે, કર્ણાટકથી ચૂંટણી લડનારા એક ઉમેદવાર જી.સી. ચંદ્રશેખર (કોંગ્રેસ)ના સોગંદનામાંનું વિશ્લેષણ નથી કરાયું, કારણ કે ADRને સોગંદનામું સ્પષ્ટ નથી લાગ્યું.
રાજ્યસભા ચૂંટણી લડનારા ઉમેદવારોની સંખ્યા
ઉમેદવારોની સરેરાશ સંપત્તિ
રાજ્યસભા ઉમેદવારોની સરેરાશ સંપ્તિ 127.81 કરોડ રૂપિયા છે. ભાજપ અને કોંગ્રેસમાં સરખામણી કરીએ તો ઉમેદવારોની સરેરાશ સંપત્તિ મામલે કોંગ્રેસ આગળ છે.
પક્ષ મુજબ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ
21 ટકા ઉમેદવાર અબજોબતિ
ADRના વિશ્લેષણથી ખબર પડે છે કે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોમાંથી 21 ટકા અબજોપતિ છે, એટલે 58માંથી 12 ઉમેદવાર અબજપતિ છે.
જાહેર કરેલી સંપત્તિ 100 કરોડથી વધુ
વધુ પડતી સંપત્તિવાળા રાજ્યસભા ઉમેદવાર
હિમાચલથી કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી સૌથી ધનવાન ઉમેદવાર છે. જુઓ ટોપ ત્રણ ધનવાન ઉમેદવારોની યાદી:
ટોપ 3 અબજપતિ રાજ્યસભા ઉમેદવાર
કયા રાજ્યના સૌથી વધુ ધનવાન ઉમેદવાર?
રાજ્યસભા માટે સૌથી વધુ (3) ધનવાન ઉમેદવાર ઉત્તરપ્રદેશથી છે.
જાહેર કરેલી સંપત્તિ 100 કરોડથી વધુ
ઉમેદવારો દ્વારા જાહેર કરાયેલ ગુનાહિત કેસ (પક્ષ મુજબ)
રાજ્યસભાના 58 ઉમેદવારોમાંથી 21 એટલે 36 ટકાએ જણાવ્યું કે, તેમના વિરૂદ્ધ ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. ત્યારે અંદાજિત 10 એટલે 17 ટકાએ જાહેર કર્યું છે કે, તેમના વિરૂદ્ધ ગંભીર ગુનાહિત કેસ ચાલી રહ્યા છે.
ઉમેદવારો દ્વારા જાહેર કરાયેલા ગુનાહિત કેસ (રાજ્ય મુજબ)