ચૂંટણી રાજ્યો માટે કોંગ્રેસે નિયુક્ત કર્યા સુપરવાઇઝર, DK શિવકુમાર સહિત આ નેતાઓને મળી જવાબદારી
રાહુલ ગાંધીએ ગઈકાલે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ડિજિટલ મીટિંગ કરી હતી
Image:File Photo |
Congress Appoints Observers : ચુંટણી રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાના પરિણામે પહેલા કોંગ્રેસે ગઈકાલે જ વિધાનસભા પક્ષની બેઠક માટે સુપરવાઈઝરની નિમણૂક કરી છે. રાજસ્થાનમાં સુપરવાઈઝર તરીકેની જવાબદારી ભુપેન્દ્રસિંહ હુડ્ડા, મધુસુદન મિસ્ત્રી, મુકુલ વાસ્નિક અને શકીલ અહેમદ ખાનને સોંપવામાં આવી છે. જયારે તેલંગાણામાં આ જવાબદારી કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર, દીપા દાસમુન્શી, ડો. અજોય કુમાર, કે મુરલીધરન અને કેજે જ્યોર્જને સોંપવામાં આવી છે.
જીત અમારી જ થશે - કોંગ્રેસ નેતા અજય માકન
કોંગ્રેસે છત્તીસગઢમાં સુપરવાઈઝર તરીકે અજય માકન, રમેશ ચેન્નીથલા અને પ્રીતમ સિંહની નિમણૂક કરી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પાર્ટીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી, પૃથ્વીરાજ ચવ્હાણ, રાજીવ શુક્લા અને ચંદ્રકાંત હંડોરને આ જવાબદારી સોંપી છે. કોંગ્રેસ નેતા અજય માકને આ દરમિયાન રાયપુરમાં કહ્યું હતું કે, 'અમે જ જીતીશું. કાલે મતોની ગણતરી થશે. ભાજપ પર કોંગ્રેસની લીડ 10 ટકાથી વધુ રહેશે. આ જ કારણ છે કે તમામ એક્ઝિટ પોલ કોંગ્રેસની જીત દર્શાવે છે.'
રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને સતર્ક રહેવા કહ્યું
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ડિજિટલ મીટિંગ કરી હતી અને તેમને સતર્ક રહેવા કહ્યું હતું. મીટિંગ બાદ સુપરવાઈઝરની નિમણૂક કવામાં આવી હતી. જણાવી દઈએ કે છત્તીસગઢમાં ભૂપેશ બઘેલના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે અને રાજસ્થાનમાં અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે. જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપ અને તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ સત્તામાં છે.