Get The App

પોપને મળ્યા ભગવાન', કટાક્ષના ચક્કરમાં ફસાઈ કોંગ્રેસ, ભારે વિરોધ થતાં માંગવી પડી માફી

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
PM Modi Met Pope Francis at G7


PM Modi Meet Pope Francis: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીમાં G-7 કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જ્યાં તેઓ પોપ ફ્રાન્સિસને પણ મળ્યા હતા. એવામાં શુક્રવારે પોપ સાથે પીએમ મોદીની મુલાકાતની તસવીર પોસ્ટ કરતા કેરળ કોંગ્રેસે ટ્વિટ કર્યું હતું કે, આખરે પોપને ભગવાનને મળવાનો મોકો મળ્યો.' આ ટ્વિટ પર વિવાદ વધવાથી પાર્ટીએ પોતાના એક્સ હેન્ડલ પરથી ટ્વિટ હટાવી દીધી અને માફી માંગી.

આ નેતાઓએ કોંગ્રેસની ટીકા કરી 

ભાજપના નેતાઓએ કોંગ્રેસની આ પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કોંગ્રેસને ઠપકો આપ્યો હતો. ભાજપ નેતા અમિત માલવિયાએ કોંગ્રેસની પોસ્ટ શેર કરતા લખ્યું કે હિન્દુઓની મજાક ઉડાવ્યા બાદ અને તેમની આસ્થાની મજાક ઉડાવ્યા બાદ કોંગ્રેસમાં ઈસ્લામિક-માર્કસવાદી સાંઠગાંઠ હવે ઈસાઈઓનું અપમાન કરવા પર ઉતરી આવી છે. અમિત માલવિયા ઉપરાંત કે. સુંદરન, અનીલ એન્ટની અને કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન જેવા નેતાઓએ પણ કોંગ્રેસની આવી પોસ્ટની ટીકા કરી હતી. 

કોંગ્રેસે માફી માંગી

કોંગ્રેસ પાર્ટીના કેરળ યુનિટે માફી માંગતા લખ્યું કે, પીએમ મોદી અને પોપ ફ્રાન્સિસ પર કરેલા ટ્વિટ પર માફી માગતા કેરળ કોંગ્રેસે કહ્યું કે દરેક વ્યક્તિ જાણે છે કે ધર્મ, પોપ અથવા કોઈ ભગવાનનું અપમાન કરવું પાર્ટીની પરંપરા રહી નથી. પાર્ટી તમામ ધર્મો અને આસ્થાઓને માન આપે છે. પોપનું અપમાન કરવાનો કોંગ્રેસનો કોઈ ઈરાદો નથી. દુનિયા તેને માન આપે છે. નરેન્દ્ર મોદી પોતાને ભગવાન ગણાવીને દેશના લોકોની આસ્થાનું અપમાન કરતા હોવાથી પાર્ટી તેમના પર કટાક્ષ કરી રહી હતી. 

કોંગ્રેસ પાર્ટીના કેરળ યુનિટએ લખ્યું કે ભારતીય જનતા પાર્ટી અને પીએમ મોદીએ પહેલા મણિપુરના ખ્રિસ્તી સમુદાયની માફી માંગવી જોઈએ. કેરળ કોંગ્રેસનું હેન્ડલ ઘણીવાર એમાં પણ ખાસ કરીને લોકસભા ચૂંટણી પછી ભાજપ અને તેના નેતાઓને નિશાન બનાવવા માટે મીમ્સનો ઉપયોગ કરે છે.

પોપને મળ્યા ભગવાન', કટાક્ષના ચક્કરમાં ફસાઈ કોંગ્રેસ, ભારે વિરોધ થતાં માંગવી પડી માફી 2 - image


Google NewsGoogle News