Get The App

કોંગ્રેસની મોટી જાહેરાત: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા માટે દેશભરમાં ચલાવાશે અભિયાન

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસની મોટી જાહેરાત: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા માટે દેશભરમાં ચલાવાશે અભિયાન 1 - image


Congress Demands  Ballot Paper Voting: કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે (26મી નવેમ્બર) આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, 'અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જોડ યાત્રાની તર્જ પર દેશભરમાં પ્રચાર કરીશું.'

'ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ'

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, 'હું એક વાત કહીશ કે ઓબીસી, એસસી, એસટી અને નબળા વર્ગના લોકો તેમની પૂરેપૂરી તાકાતથી જે મત આપી રહ્યા છે તેનો વ્યય થઈ રહ્યો છે. અમે કહીએ છીએ કે બધું છોડી દો અને બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની માંગ કરીએ છીએ. અમદાવાદમાં ઘણા વેરહાઉસ બનેલા છે, ત્યાં મશીનો લઈ જઈને રાખવા જોઈએ. અમારી એક જ માંગ છે કે ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ. જો આમ થશે તો આ લોકોને ખબર પડશે કે તેઓ ક્યાં ઊભા છે.'

આ પણ વાંચો: દિલ્હી સુધી પહોંચ્યો મહારાષ્ટ્રના CMનો વિવાદ, શિંદેએ નમતું ન જોખતા PM મોદી લેશે અંતિમ નિર્ણય!

મલ્લિકાર્જુન ખડગેએ જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતિ ગણતરીથી ડરે છે. પરંતુ તેઓએ સમજવું જોઈએ કે સમાજનો દરેક વર્ગ તેનો હિસ્સો માંગે છે અને આ માંગ કરી રહ્યો છે.

મહારાષ્ટ્ર ચૂંટણી બાદ વિપક્ષે ફરીવાર EVM પર સવાલ ઊઠાવ્યા 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જોરદાર જીત બાદ વિપક્ષે ફરી એકવાર ઈવીએમનો મુદ્દો ઊઠાવ્યો છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) નેતા સંજય રાઉતનું કહેવું છે કે, 'ફરીથી ચૂંટણી થવી જોઈએ અને જો બેલેટ પેપરથી મતદાન થશે તો સાચુ પરિણામ આવશે.' એટલું જ નહીં શરદ પવારે આ વખતે ઈવીએમ પર પણ શંકા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ચૂંટણી પંચે ઈવીએમને લઈને ઉઠેલી શંકાઓને વારંવાર નકારી કાઢી છે.

કોંગ્રેસની મોટી જાહેરાત: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા માટે દેશભરમાં ચલાવાશે અભિયાન 2 - image


Google NewsGoogle News