કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે વધુ એક યાદી જાહેર કરી, 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા
Delhi Assembly Elections : દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં 16 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. યાદીમાં ગોકલપુર બેઠક પર ઉમેદવારને બદલવામાં આવ્યા છે. જેમાં પ્રમોદ કુમાર જયંતની જગ્યાએ હવે ઈશ્વર બાગડીને ઉમેદવાર બનાવાયા છે. જ્યારે મુંડકા બેઠકથી ધર્મપાલ લાકડા, ઓખલાથી અરીબા ખાન અને કિરાડી બેઠક પરથી રાજેશ ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે. પાલમ વિધાનસભા બેઠકથી કોંગ્રેસે માંગે રામને ઉમેદવાર બનાયા છે.
મુંડકા બેઠક પરથી ઉમેદવાર ધર્મપાલ લાકડા આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા. જેમાં કોંગ્રેસમાં જોડાયાની સાથે પાર્ટીએ તેમને ઉમેદવાર બનાયા છે. ધર્મપાલની સાથે કાઉન્સિલર રાજેશ ગુપ્તા કિરાડી પણ કોંગ્રેસમાં જોડાયા. કિરાડી વોર્ડ નંબર 39થી કાઉન્સિલર છે. બંને નેતાઓએ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ અને પ્રભારી કાઝી નિઝામુદ્દીનની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું.
આ પણ વાંચો: 2000 યુવાઓને મળશે રોજગારી! ગૃહ મંત્રાલયે CISFને બે નવી બટાલીયન ફાળવવા આપી મંજૂરી
કોંગ્રેસે અત્યાર સુધીમાં 63 ઉમેદવારોના નામ જાહેર કર્યા
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે અત્યાર સુધીમાં 70 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે 63 ઉમેદવારોની જાહેરાત કરી છે. અગાઉ કોંગ્રેસ ત્રણ યાદીઓ જાહેર કરી ચૂકી છે. કોંગ્રેસે મુસ્લિમ બહુમતી ધરાવતા વિધાનસભા ક્ષેત્ર ઓખલામાંથી કાઉન્સિલર અરીબા ખાનને ટિકિટ આપી છે. દિલ્હી વિધાનસભા માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થશે. મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે.