Get The App

રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે, કોંગ્રેસની 39 ઉમેદવારોની યાદી જાહેર

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે, કોંગ્રેસની 39 ઉમેદવારોની યાદી જાહેર 1 - image


- કોંગ્રેસ ઈલેક્શન સમિતિની બેઠક બાદ નિર્ણય

- ભુપેશ બઘેલ રાજનાંદગાંવથી, થરૂર  થિરૂવનંતપુરમથી લડશે : અમેઠીમાં નવા ઉમેદવારની શક્યતા

નવી દિલ્હી : કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક બાદ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ૩૯ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી જ ચૂંટણી લડશે.

લોકસભાની ચૂંટણીની તારીખો એકાદ સપ્તાહમાં જ જાહેર થાય એવી શક્યતા વચ્ચે એક તરફ ભાજપે કુલ ૧૯૫ બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ત્યારે કોંગ્રેસે પણ પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક મળી હતી. એમાં વિવિધ રાજ્યોમાં ઉમેદવારોના નામની ચર્ચા થઈ હતી. આખરે ૩૯ ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.

કોંગ્રેસની 39 ઉમેદવારોની પ્રથમ યાદી

રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે, કોંગ્રેસની 39 ઉમેદવારોની યાદી જાહેર 2 - image

રાહુલ ગાંધી કઈ બેઠકથી ચૂંટણી લડશે તેના વિશે અટકળો ચાલતી હતી. વાયનાડની બેઠક ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષને આપવાની શક્યતા વચ્ચે આખરે કોંગ્રેસે રાહુલ ગાંધીને વાયનાડની બેઠક પરથી જ મેદાનમાં ઉતાર્યા છે એટલે હવે અમેઠીમાંથી રાહુલ લડશે કે નહીં તેની અટકળો શરૂ થઈ છે અને અમેઠીમાંથી યુપી કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતાને ઉતારાશે એવું પણ ચર્ચાઈ રહ્યું છે.

કોંગ્રેસની પહેલી યાદીમાં રાહુલ ગાંધી ઉપરાંત સિનિયર નેતાઓમાં શશિ થરુરને થિરૂવનંતપુરમમાંથી ટિકિટ અપાઈ છે. શશિ થરુર આ બેઠક પરથી ૨૦૦૯થી ચૂંટાઈ રહ્યા છે. તે સિવાય છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રાજનાંદગાંવની બેઠકથી ઉતારાયા છે. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશને બેંગ્લુરુ રૂરલની બેઠક પરથી રિપીટ કરાયા છે. 

 કોંગ્રેસના ૩૯ ઉમેદવારોમાં ૧૫ ઉમેદવાર જનરલ છે. ૨૪ ઉમેદવારો એસસી-એસટી અને ઓબીસી છે. આ ઉમેદવારોમાંથી ૧૨ એવા છે, જેની વય ૫૦થી વધુ છે. છત્તીસગઢના છ, કર્ણાટકના સાત, કેરળના ૧૬, તેલંગણાના ચાર, મેઘાલયના બે, નાગાલેન્ડ-સિક્કિમ-ત્રિપુરા-લક્ષદ્વીપના એક-એક ઉમેદવારો જાહેર થયા છે. યુપી, એમપી, ગુજરાત-રાજસ્થાન-પંજાબ જેવા રાજ્યોના એક પણ ઉમેદવારની જાહેરાત કોંગ્રેસ કરી નથી.


Google NewsGoogle News