જમ્મુ -કાશ્મીરની ચૂંટણી માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની બીજી યાદી જાહેર કરી

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
જમ્મુ -કાશ્મીરની ચૂંટણી માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની બીજી યાદી જાહેર કરી 1 - image

Congress Announced List Of 40 Star Campaigners: જમ્મુ -કાશ્મીરમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે કોંગ્રેસે પોતાના 40 સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી છે. જેમાં પહેલા તબક્કા માટે પ્રકાશિત કરાયેલી યાદીમાં બે નામો બદલવામાં આવ્યા છે. અન્ય 38 સ્ટાર પ્રચારકો પહેલા તબબકામાં હતા એ જ રાખવામાં આવ્યા છે.

કોંગ્રેસે આ વખતે ઉત્તર પ્રદેશમાં પક્ષના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારી અને રાજસ્થાનના દિવ્યા મદેરણાને સ્ટાર પ્રચારકની યાદીમાં સ્થાન અપાયું છે. રણજિતા રંજન અને પીરઝાદા મોહમ્મદ સઈદના નામ યાદીમાં બદલવામાં આવ્યા છે.

કોંગ્રેસ પક્ષના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ચૂંટણી પંચના સચિવને પત્ર લખીને સ્ટાર પ્રચારકોની યાદી વિશે માહિતી આપી હતી. આ યાદીમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના વડા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કેસી વેણુગોપલ, અજય માકન, અંબિકા સોની, ભરત સિંહ સોલંકી, તારિક હમીદ, સુખવિંદર સિંઘ સુખુ, જયરામ રમેશ, ગુલામ અહમદ મીરનું નામ સામેલ છે.

આ પણ વાંચોઃ મમતા સરકારનું એન્ટી રેપ બિલ અટવાયું, રાજ્યપાલે આપ્યો મોટો ઝટકો, જાણો કેમ મામલો ગુંચવાયો

આ સિવાય સચિન પાયલોટ, અમરિન્દરસિંહ રાજા, સૈયદ નાસિર હુસેન, મુકેશ અગ્નિહોત્રી, ચરણજીત સિંહ ચન્ની, સલમાન ખુર્શીદ, સુખજીન્દ્ર સિંહ રાંધવા, વિકાર રસૂલ, રજની પાટિલ, રાજીવ શુકલા, મનીશ તિવારી, રાજીવ શુક્લા, ઇમરાન પ્રતાપગઢી, કિશોરીલાલ શર્મા, પ્રમોદ તિવારી, રમણ ભલ્લા, તારાચંદ, ચૌધરી લાલ સિંહ, ઇમરાન મસુદ, પવન ખેડા, સુપ્રીયા શ્રીનેત, કન્હૈયા કુમાર, મનોજ યાદવ, રાજેશ લીલોથિયા, શાહનવાઝ ચૌધરી, અલકા લાંબા, બીવી શ્રીનિવાસ, નીરજ કુંદનના નામ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

બિહાર કોંગ્રેસ વિધાનસભાના નેતા ડો.શબ્બીર અહમદ ખાનને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય મીડિયા સંયોજક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ગુરુવારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી આદેશ જાહેર કરીને આ અંગે જાણકારી આપી હતી.

જમ્મુ -કાશ્મીરની ચૂંટણી માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની બીજી યાદી જાહેર કરી 2 - image


Google NewsGoogle News