ગુજરાતના 11 સહિત કોંગ્રેસના 57 લોકસભા ઉમેદવારની ત્રીજી યાદી જાહેર
કોંગ્રેસે પહેલી યાદીમાં 39 અને બીજી યાદીમાં 43 નામોની જાહેરાત કરી હતી
Lok Sabha Elections 2024: કોંગ્રેસે લોકસભા ચૂંટણી ત્રીજી યાદી પણ બહાર પાડી છે. પાર્ટીએ 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા. કોંગ્રેસે તેની ત્રીજી યાદીમાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે ત્રીજી યાદીમાં નવ નામોની જાહેરાત કરી હતી. ભાજપની ત્રીજી યાદીમાં તમિલનાડુ રાજ્યની લોકસભા બેઠકો માટેના નામોની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારો જાહેર કર્યા
કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આજે 57 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
ગુજરાતની 11 બેઠક પર ઉમેદવારોના નામ
•સુરત- નિલેશ કુંભાણી
•પાટણ- ચંદનજી ઠાકોર
•ગાંધીનગર- સોનલબેન પટેલ
•સાંબરકાંઠા- તુષાર ચોઘરી
•જામનગર- જે.પી.મારવિયા
•અમરેલી- જેની બેન
•આણંદ- અમિત ચાવડા
•ખેડા- કાળુસિંહ ડાભી
•પંચમહાલ- ગુલાબસિંહ ચોહાણ
•દાહોદ- પ્રભાબેન તાવિયાડ
•છોટા ઉદેપુર- સુખરામ રાઠવા
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને પહેલા તબક્કાના મતદાનની શરૂઆત 19મી એપ્રિલથી થશે અને પહેલી જૂને છેલ્લાં તબક્કાનું મતદાન થશે.
ક્યાં તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન
•પહેલા તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે.
•બીજા તબક્કામાં 26મી એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે.
•ત્રીજા તબક્કામાં 7મી મેએ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે.
•ચોથા તબક્કામાં 13 મેએ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે.
•પાંચમા તબક્કામાં 20 મેએ 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે.
•છઠ્ઠા તબક્કામાં 25મી મેએ 7 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.
•સાતમા તબક્કામાં 1 જૂને 8 રાજ્યોની 57 સીટો પર મતદાન થશે.
•પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસના ઉમેદવારોની ત્રીજી યાદી