Get The App

આતંકવાદીઓ ઘૂસ્યા જ કઈ રીતે? જવાબદાર કોણ?, પહલગામ હુમલા અંગે કોંગ્રેસના 6 સવાલ

Updated: Apr 25th, 2025

GS TEAM


Google News
Google News
Congress 6 questions on Pahalgam terror attack


Congress 6 questions on Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગત 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ છવાયો છે. પહલગામ આતંકી હુમલામાં 26 પર્યટકોના મોત નીપજ્યા હતા અને અનેક ઘાયલ થયા હતા. હુમલાની ઘટના બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધા કેટલાક ઠોસ નિર્ણયો લીધા છે. સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. આ બેઠકમાં કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ સરકારને ટેકો આપ્યો અને કહ્યું કે આતંકવાદના મુદ્દા પર સમગ્ર વિપક્ષ સરકારની સાથે ઉભો છે.

કોંગ્રેસે સરકારને 6 સવાલો કર્યા

પહલગામ આતંકી હુમલાને લઈને કોંગ્રેસે સરકારને છ સવાલો કર્યા છે. આ મામલે કોંગ્રસે એક વીડિયો સોશિયલ મીડિયા માધ્યમ પર પોસ્ટ કર્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે, પહલગામ આતંકી હુમલાને લઈને દેશભરમાં દુઃખ છવાયું છે. પરંતુ કેટલાક સવાલો છે જેનો જવાબ દેશની જનતા માગે છે. જેમાં કાશ્મીરમાં આતંકી હુમલા શરૂ હોય છે તેમ છતાં સુરક્ષામાં આટલી મોટી ચૂક કેમ થઈ? સેના અને સરહદો સીધા મોદી સરકાર હેઠળ આવે છે, તેમ છતાં આતંકવાદીઓ સરહદી વિસ્તારમાં આટલા ઊંડે સુધી કેવી રીતે ઘૂસી ગયા? ગુપ્તચર એજન્સીઓએ આટલી મોટી ભૂલ કેવી રીતે કરી? 

આ પણ વાંચો: સિંધુ જળ સંધિ ખતમ કરવાનો પ્લાન તૈયાર, ત્રણ તબક્કામાં લાગુ થશે નિર્ણય, જાણો શું થશે હવે પાકિસ્તાનનું

કોંગ્રેસે સરકારને પૂછ્યા આ 6 સવાલો

- સુરક્ષામાં ચૂક કઈ રીતે થઈ?

- ઈન્ટેલિજન્સ કેવી રીતે નિષ્ફળ ગઈ?

- આતંકવાદીઓ બોર્ડરની અંદર કેવી રીતે ઘૂસ્યા?

- 28 લોકોના મોતનું જવાબદાર કોણ?

- શું ગૃહમંત્રી પોતાના પદ પરથી રાજીનામું આપશે?

- શું વડાપ્રધાન મોદી આ ભૂલની જવાબદારી લેશે?


Tags :