Get The App

300 યુનિટ વીજળી ફ્રી, 500માં સિલિન્ડર અને રેશન કીટ ફ્રી', દિલ્હીવાસીઓને કોંગ્રેસની વધુ બે ગેરન્ટી

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
Delhi Elections Congress Guarantees


Delhi Elections Congress Guarantees: દિલ્હી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જનતાને અનેક વચનો આપવામાં આવી રહ્યા છે. દરેક રાજકીય પક્ષ કોઈપણ ભોગે આ ચૂંટણી જીતવા માંગે છે. જેના કારણે અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પણ આ મામલે પાછળ નથી. 

રૂ. 500માં એલપીજી સિલિન્ડર આપવાનું વચન 

આ અંગે ગુરુવારે કોંગ્રેસે જાહેરાત કરી કે જો દિલ્હીમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો મોંઘવારી રાહત યોજના હેઠળ 500 રૂપિયામાં સિલિન્ડર મળશે અને તેની સાથે રાશન કીટ પણ ફ્રી આપવામાં આવશે. 

અગાઉ પણ કોંગ્રેસ આપી ચૂકી છે આ વચનો 

અગાઉ પણ કોંગ્રેસે દિલ્હીમાં રહેતા પૂર્વાંચલ અને બિહારના લોકોને મહાકુંભની જેમ છઠનો તહેવાર ઉજવવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસે વચન આપ્યું છે કે છઠ તહેવાર માટે દિલ્હીમાં યમુના કિનારે એક સ્થળ નક્કી  કરવામાં આવશે અને તેને જિલ્લો જાહેર કરવામાં આવશે. યમુનાના તે ઘાટનું નામ સ્વ. શ્રીમતી શારદા સિન્હાજીના નામ પર રાખવામાં આવશે. આ ઉપરાંત યુવા ઉડાન યોજના હેઠળ બેરોજગાર યુવાનોને એક વર્ષની એપ્રેન્ટિસશીપ અને દર મહિને રૂ. 8500 આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે.

5 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ચૂંટણી યોજાશે  

દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરી 2025ના રોજ એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે અને મતોની ગણતરી 8 ફેબ્રુઆરીએ થશે. કોંગ્રેસે હવે તમામ 70 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી ચોથી વખત સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દિલ્હીના લોકોને શીલા દીક્ષિતના શાસનના કાર્યોની યાદ અપાવીને તેનું ખોવાયેલું રાજકીય મેદાન પાછું મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: શૂઝ બાદ હવે સાડી વહેંચતા પકડાયા ભાજપ નેતા પ્રવેશ વર્મા, ચૂંટણીપંચે નોંધાવી વધુ એક FIR

વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 70માંથી 67 બેઠકો મેળવીને બમ્પર જીત નોંધાવી હતી. તેમજ વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં, પાર્ટીએ 70 માંથી 62 બેઠકો જીતી હતી. ભાજપને 2015માં માત્ર 3 અને 2020માં માત્ર 8 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આ બંને ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં ખાતું પણ ખોલાવી શકી નથી.

300 યુનિટ વીજળી ફ્રી, 500માં સિલિન્ડર અને રેશન કીટ ફ્રી', દિલ્હીવાસીઓને કોંગ્રેસની વધુ બે ગેરન્ટી 2 - image


Google NewsGoogle News