કોંગ્રેસે મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકરને આપ્યો ઝટકો, 10મી યાદીમાં બે રાજ્યોમાં ઉમેદવારો કર્યા જાહેર

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
કોંગ્રેસે મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકરને આપ્યો ઝટકો, 10મી યાદીમાં બે રાજ્યોમાં ઉમેદવારો કર્યા જાહેર 1 - image


Lok Sabha Election 2024: કોંગ્રેસે (Congress) લોકસભા ચૂંટણી માટે 10મી યાદી જાહેર કરી છે. જેમાં બે ઉમેદવારોના નામ સામેલ છે. મહારાષ્ટ્રની અકોલા બેઠક (Akola seat) પરથી ડૉ.અભય કાશીનાથ પાટીલ (Dr. Abhay Kashinath Patil)ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે કડિયમ કાવ્યા (Kadiyam Kavya)ને તેલંગાણાની વારંગલ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

કાવ્યા કદીયમ શ્રીહરિની પુત્રી છે.

કાવ્યા તેલંગાણાના પૂર્વ ઉપમુખ્યમંત્રી કદીયમ શ્રીહરિની પુત્રી છે. બંને ઉમેદવાર રવિવારે કોંગ્રેસમાં જોડાયા હતા. કાવ્યાને વારંગલથી બીઆરએસ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવી હતી. જોકે, તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. શ્રીહરિએ બીઆરએસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીતી હતી. તેઓ ઘનપુર સ્ટેશનથી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે અકોલા બેઠક પરથી પોતાના ઉમેદવાર ઉતાર્યા બાદ સ્પર્ધા રસપ્રદ બની છે. આ બેઠકથી વંચિત રહી ગયેલા બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકર મેદાનમાં છે. તેમની સામે કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. સંજય શામરાવ ધોત્રે અહીંથી વર્તમાન સાંસદ છે.

કોંગ્રેસે અત્યાર સુધીમાં 223 ઉમેદવારોના નામ જાહેર કર્યા

કોંગ્રેસે અગાઉ 9મી યાદીમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં 223 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે. 1 જૂન સુધી સાત તબક્કામાં મતદાન ચાલુ રહેશે. આ પછી ચોથી જૂને પરિણામ જાહેર થશે.


Google NewsGoogle News