રાત્રે ડ્યુટી કરનારા 35 ટકા ડૉક્ટર અસુરક્ષિતઃ IMAના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
IMA Survey on Doctor Safety: કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા અંગે લોકોમાં રોષની લાગણી હજી સુધી શાંત પડી નથી. આ વચ્ચે આઇએમએ દ્વારા ડૉક્ટરોની સુરક્ષા અંગે કરવામાં આવેલા નવા સર્વેમાં ચિંતાજનક માહિતી સામે આવી છે. ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના અભ્યાસમાં રાત્રે ડ્યુટી કરનારા 35.5 ટકા ડૉક્ટર 'અસુરક્ષિત' અથવા 'અતિ અસુરક્ષિત' અનુભવે છે. જેમાં મહિલા ડૉક્ટરોની સંખ્યા વધુ છે.
સર્વેમાં 22 રાજ્યોના ડૉક્ટર જોડાયા
આઇએમએના આ ઓનલાઇન સર્વેમાં 22 રાજ્યોના 3885 ડૉક્ટર જોડાયા હતા, જેમાં 63 ટકા મહિલા ડૉક્ટર હતી. સર્વેમાં કેટલાક ડૉક્ટરોએ જણાવ્યું કે તેઓ સુરક્ષા માટે તેમની પાસે ચપ્પુ કે પેપર સ્પ્રે રાખતા હોય છે. સર્વેમાં જોડાયેલા 85 ટકા યુવાન ડૉક્ટરોમાં વધુ ભય જોવા મળ્યો હતો. 20થી 30 વર્ષના ડૉક્ટરોમાં અસુરક્ષાની ભાવના વધુ જોવા મળી હતી.
આ પણ વાંચોઃ BIG NEWS: ભાજપની ઈચ્છા પૂરી થઈ, હરિયાણામાં બદલાઈ ચૂંટણીની તારીખ, જાણો ક્યારે આવશે પરિણામ
નાઇટ ડ્યુટી માટે અલગ રૂમ નથી
સર્વેમાં 45 ટકા ડૉક્ટરોએ જણાવ્યું કે તેમના કાર્ય સ્થળો પર નાઇટ ડ્યુટી માટે અલગ રૂમની સુવિધા નથી. આ ઉપરાંત દર ત્રણમાંથી એક ડ્યુટી રૂમમાં શૌચાલયની સુવિધા પણ નથી છે. પ્રાઇવેસી પણ હોતી નથી. 53 ટકા ડ્યુટી રૂમ વોર્ડ અથવા ઇમરજન્સી વોર્ડથી 100થી 1000 મીટર સુધી દૂર હોય છે. સર્વેમાં જે ડૉક્ટરોની વય 35 વર્ષથી ઓછી હતી, તેમાંથી 61 ટકા ટ્રેઇની અથવા પીજી ટ્રેઇની હતા. જેમાં 24.1 ટકા ડૉક્ટરોએ જણાવ્યું કે તેઓ ફરજ દરમિયાન પોતાની જાતને 'અસુરક્ષિત' અને 11.4 ટકા ડૉક્ટર પોતાની જાતને 'અતિ અસુરક્ષિત' અનુભવે છે.
આ પણ વાંચોઃ શું રદ થશે વક્ફ બિલ 2024? JPCમાં ઘમસાણ, જાણો બેઠકમાં શું થયું
ડ્યુટી રૂમની પણ અછત
સર્વેક્ષણમાં આ વાત પણ સામે આવી કે ઘણા ક્ષેત્રોમાં ડ્યુટી રૂમની પણ અછત છે અને જેમને ડ્યુટી રૂમની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં પ્રાઇવેસીની અછત હતી અને ઘણાં રૂમમાં તાળા પણ નહોતા. આ ઉપરાંત દર ત્રણમાંથી એક ડ્યુટી રૂમમાં શૌચાલયની સુવિધાનો પણ અભાવ હતો. આ કારણસર, ઘણાં ડૉક્ટર મોટાભાગે વૈકલ્પિક આરામ ગૃહમાં રૂમ બૂક કરાવવા પડતા હતા.