Get The App

દેશના ટોચના ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે અમદાવાદની એક્ટ્રેસની બળાત્કારની ફરિયાદ

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
દેશના ટોચના ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે અમદાવાદની એક્ટ્રેસની બળાત્કારની ફરિયાદ 1 - image


- મુંબઈ પોલીસે ફરિયાદ ન લીધી, બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ એફઆઈઆર

- જેએસડબલ્યૂ સ્ટીલના ૬૪ વર્ષીય સીએમડી સામે રેપના આરોપોથી દેશભરમાં ખળભળાટઃ પોલીસ પૂછપરછ માટે બોલાવે તેવી સંભાવના

- સજ્જન જિંદાલે ફરિયાદ ખોટી ગણાવી, તપાસમાં સહકાર આપશે

- દુબઈમાં આઈપીએલની મેચ વખતે ઓળખાણ થઈ, લગ્નની લાલચ આપી, બંગલો કાર તથા બિઝનેસ સેટ કરી દેવાની ઓફર કરી, ઓફિસમાં જ બળાત્કાર ગુજાર્યો  હોવાનો આરોપ

મુંબઇ : જેએસડબલ્યુ સ્ટીલના  મેનેજિંગ ડાયરેકટર (એમડી) સજ્જન જિંદાલ વિરૂદ્ધ મુંબઈનાં બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ મથકેે બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદની ૩૦ વર્ષીય અભિનેત્રીને લગ્નના સ્વપ્ન દાખવી, બંગલો અને કાર આપવાની તથા બિઝનેસ સેટ કરવાની ઓફર આપીને જિંદાલે તેની જાતીય સતામણી  કરી હોવાનું કહેવાય છે. પોલીસે ફરિયાદ ન લેતાં પીડીતાએ  બોમ્બે હાઈકોર્ટમાં  ધા નાખી હતી.  છેવટે કોર્ટના હસ્તક્ષેપ બાદ ઉદ્યોગપતિ જિંદાલ સામે ઓફઆઇઆર નોંધવામાં આવી હતી. આ મામલામાં પોલીસ બહુ જલ્દી જિંદાલને પૂછપરછ માટે બોલાવી શકે છે.

એફઆઇઆર માં અપાયેલી વિગતો મુજબ ઓકટોબર, પીડિતા ૨૦૨૧માં દુબઇમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચ જોવા ગઇ ત્યાર સજ્જન જિંદાલને મળી હતી. તે સમયે બંને વીઆઇપી બોક્સમાં હતા. ત્યાં ફરિયાદીનો ભાઇ પણ હાજર હતો. પીડિતા અને જિંદાલની એકબીજા સાથે ઓળખાણ થયા બાદ વાત કરવા લાગ્યા હતા. તેઓ એકબીજાના સંપર્કમાં રહેવા સંમત થયા હતા. યુવતીનો ભા ઈ દુબઈમા ંપ્રોપર્ટી ડિલર હતો. જિંદાલને પણ દુબઈમાં કેટલીક પ્રોપર્ટી ખરીદવામાં રિસ હતો.આથી યુવતીના ભાઈએ તેને જિંદાલ સાથે સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. 

યુવતીએ તેની નિવેદનમાં કહ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૧માં ભારત પરત ફર્યા બાદ તેણે જિંદાલને મેસેજ કર્યો હતો ત્યારે તેણે મેસેજનો જવાબ પણ આપ્યો હતો. ત્યાર બાદ તેઓ જયપુરમાં ૨૦૨૧માં મહારાષ્ટ્રના જાણીતા રાજકારણી પ્રફુલ્લ પટેલના પુત્રના લગ્નમાં મળ્યા હતા. જ્યાં  જિદાલે કથિત રીતે તેની સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કર્યો હતો. પછી જિંદાલે તેને ટેકસ્ટ મેસેજમાં 'બેબી' 'બેબે' તરીકે ઉલ્લેખ કર્યો હતો. પોતાની ઇમેજના લીધે ચિંતા દર્શાવીને જિંદાલે તેને ખાનગીમાં મળવાનો આગ્રહ કર્યો હતો. જોકે ફરિયાદીએ જાહેરમાં કોફી પીવા માટે મળવા કહ્યું હતું. જિંદાલે આ યુવતીને વારંવાર સંકેત આપ્યા હતા કે તેમને તેની સાથે પ્રેમસંબંધ આગળ વધારવામાં રસ છે. 

એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું છે કે જિંદાલે ૨૩ ડિસેમ્બર, ૨૦૨૧ના ફરિયાદીને વોટ્સએપ દ્વારા તેમના ક્રેડિટ કાર્ડની વિગતો મોકલી હતી. પણ યુવતીએ  તેનો ઉપયોગ કર્યો નહોતો.

બીજા દિવસે જિંદાલના કહેવાથી તેના નામે યુવતીએ બાંદરામાં તાજ લેન્ડસે એેન્ડ હોટેલમાં એક સ્વીટ બુક કરાવ્યો હતો. . જ્યાં તે જિંદાલને મળી હતી. આ મીટિંગ દરમિયાન  જિંદાલે કથિત રીતે તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. પણ યુવતીએ તેનો પ્રતિકાર કરી તેમનો ઈરાદો સફળ થવા દીધો ન હતો. 

ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે પછી તેમણે મને કિસ અને એના જેવા ઇમોજીસ સાથે મેસેજ મોકલ્યા હતા. મારા  હોટ ફોટો મોકલવા વિનંતી કરી હતી. મે આ મેસેજના જવાબ આપ્યા નહોતા. ૨૬ ડિસેમ્બર, ૨૦૨૧ના તેઓ મારા ઘરે આવ્યા હતા. અને અમે ડ્રાઇવ પર ગયા હતા. ત્યારે તેમણે મારો હાથ પકડીને મને બંગલો અને કાર આપવાની  તથા મારા માટે બિઝનેસ સેટ કરી દેવાની ઓફર આપી હતી. 

જ્યારે મે કાનૂની રીતે સંબંધ રાખવાની ચર્ચા કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભારતમાં આ સ્વીકાર્ય નથી. પણ વિદેશમાં પતિ અને પત્ની તરીકે રહી શકીએ છીએ, આ બાબતની મે ના પાડી દીધી હતી. એવો ફરિયાદીએ એફઆઇઆરમાં ઉલ્લેખ કર્યો હતો.

જિંદાલે પીડિતાને  શારીરિક સંબંધ રાખવા સમજાવવાનો  પ્રયાસ કર્યો હતો. પણ યુવતીએ લગ્ન પછી જ આ શક્ય હોવાનો આગ્રહ રાખ્યો હતો.

૨૭ ડિસેમ્બર, ૨૦૨૧ના પીડિતા પેડર રોડ ખાતે જિંદાલના નિવાસસ્થાને તેમના લગ્નની ચર્ચા કરવા ગઇ હતી. ત્યારે જિંદાલે તેની સાથે બળજબરીનો પ્રયાસ કર્યો હતો. આથી તે ઘરેથી બહાર નીકળી ગઇ હતી પાંચ જાન્યુઆરી, ૨૦૨૨ના જિંદાલે બીકેસીની તેની ઓફિસમાં  ફરી શારીરિક છેડછાડની હરકતો કરી હતી. 

૨૪ જાન્યુઆરી, ૨૦૨૨ના બીકેસીની ઓફિસમાં ગઇ તે સમયે જિંદાલે તેન ઓફિસનું ે પેન્ટહાઉસ જોવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ બનાવથી ફરિયાદી ગુસ્સામાં હતી. જિદાલે તેને ઓફિસમાં હોબાળો ન કરવા અને શાંત રહેવા કહ્યું હતું. તેમણે પીડિતાને લગ્નનું વચન આપ્યું હતું.

જોકે બાદમાં જિદાલે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું .પોલીસ ફરિયાદ કરાવવા દોડધામ કરતી હતી ત્યારે જિંદાલ ગૂ્રપના લોકો વતી તેને ધમકીઓ પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. 

ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે મે તેને ૨૮ જૂન, ૨૦૨૨ના વોટ્સએપ મેસેજ કર્યો હતો. જે કંઇ પણ થયું તે વિશે વાત કરવા માગતી હતી. પણ તેમણે મારો નંબર બ્લોક કરી દીધો હતો.

હિન્દી તથા સાઉથના કેટલાક પ્રોજેક્ટસમાં કામ કરી ચૂકેલી આ ઉચ્ચ શિક્ષિત પીડિતા મુળ અમદાવાદની હોવાનું કહેવાય છે. તેને પોલીસે ફરિયાદ માટે રઝળાવી હતી. આખરે તેણે બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ આપ્યા બાદ હાઈકોર્ટના આદેશથી પોલીસને ફરિયાદ નોંધવાની ફરજ પડી છે. 

બીજી બાજુ સજ્જન જિંદાલે રવિવારે મોડેથી એક જાહેર ખુલાસો કરી પોતાની સામે થયેલી બળાત્કારના આરોપોની ફરિયાદને ખોટી ગણાવી હતી.  સજ્જન જિંદાલે કહ્યું હતું કે પોતે વ્યક્તિગત ક્ષમતાથી આ ખુલાસો કરી રહ્યા છે. મારી સામે થયેલા આરોપો તથ્યહિન તથા પાયાવિહોણા છે. તેમણે કહ્યું હતું કે પોતે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે. તપાસ ચાલુ હોવાથી પોતે હવે આ તબક્કે વધુ કોઈ નિવેદન કરવાનું ટાળી રહ્યા છે. તેમણે પોતાના પરિવારની પ્રાઈવસીમાં દખલ નહીં દેવા માટે પણ વિનંતી કરી છે. 

ભારતમાં લગ્ન શક્ય નથી, પરદેશમાં વસવાટની ઓફર આપી

બેબી, બેબ્સ કહીને મેસેજીસ કરતા હતા

સજ્જન જિંદાલે પીડિતા પાસે હોટ ફોટા મોકલવાની ડિમાન્ડ કરી હતી

મુંબઈ: ફરિયાદમાં પીડિતાએ કરેલા આરોપો મુજબ સજ્જન જિંદાલે તેને કહ્યું હતું કે ભારતમાં રહીને પોતે તેની સાથે લગ્ન કરી શકે તેમ નથી. તેમણે આ યુવતીને પરદેશમાં વસવાટની ઓફર આપી હતી. 

જોેકે, પીડિતાએ ભારતમાં રહીને જ લગ્ન કરવાનો અને કાયદેસર પત્ની તરીકેનો દરજ્જો આપવાની માગણી કરી હતી. પીડિતાના આરોપ  અનુસાર ૬૪ વર્ષીય ઉદ્યોગપતિ જિન્દાલ ૩૦ વર્ષની પીડિતાને બેબે, બેબ્સ કહીને સંબોધન સાથેના મેસેજીસ મોકલતા હતા, તેમણે પીડિતા પાસે તેમના હોટ ફોટા પણ મગાવ્યા હતા. પોતાને પ્રેમ સંબંધમાં રસ છે તેવું દર્શાવ્યું હતું અને એકથી વધુ વખત શારીરિક સંબંધના પ્રયાસ કર્યા હતા. 

સજ્જન જિંદાલ ભૂતપૂર્વ પાક પીએમ નવાઝ શરીફના ખાસ મિત્ર

- ભારત વતી ટ્રેક ટૂ ડિપ્લોમેસીમાં સામેલ

- ડિસે. ૨૦૧૫માં શરીફ અને પીએમ મોદીની મીટિંગ સજ્જને ફિક્સ કરાવ્યાની ચર્ચા હતી

મુંબઈ: સજ્જન જિંદાલ સામે બળાત્કારના આરોપથી રાજકીય અને ડિપ્લોમેટિક  વર્તુળોમાં પણ ભારે હલચલ મચી ગઈ છે કારણ કે સજ્જન જિંદાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટ્રેક ટૂ ડિપ્લોમસીમાં સામેલ હોવાનું લાંબા સમયથી  ચર્ચાતું રહ્યું છે. 

બે દેશોની સરકારો વચ્ચે સીધી રીતે વાતચીત ચાલતી હોય પરંતુ તે સિવાય ઉદ્યોગપતિઓ, કલાકારો કે અન્ય હસ્તીઓ મારફતે બિનસત્તાવાર વાતચીત પણ થતી હોય છે અને ક્યારેકે તેમાંથી જ બે દેશોના વડાઓ વચ્ચેની મીટિંગ કે બે સરકારો વચ્ચે સમજૂતીનો તખ્તો ગોઠવાતો હોય છે. સજ્જન જિંદાલ ભારત અને પાકિસ્તા વચ્ચેની આવી ટ્રેક ટૂ ડિપ્લોમસીમાં મહત્વનો ભાગ ભજવતા હોવાનું મનાતું રહ્યું છે. 

સજ્જન જિંદાલ પાકના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના બહુ અંગત મિત્ર હોવાનું કહેવાય છે. અગાઉ પણ સજ્જનની પાક.માં શરીફ સાથેની મુલાકાત વખતે વિવાદ થયો હતો ત્યારે મરીયમ નવાઝ શરીફે ખુદ સોશિયલ મીડિયા પર સ્વીકાર્યું હતું કે નવાઝ અને સજ્જન સારા મિત્રો છે. જોકે, સજ્જન કોઈ ટ્રેક ટૂ ડિપ્લોમસીમાં ભાગ ભજવતા હોવાનું મરીયમે નકાર્યું હતું. 

૨૦૧૫માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ પાકિસ્તાન પહોંચ્યા હતા અને તેમણે નવાઝ શરીફની બર્થ ડે પાર્ટીમાં સરપ્રાઈઝ હાજરી આપી હતી. આ મુલાકાત ગોઠવવામાં પણ સજ્જન જિંદાલની ચાવીરુપ ભૂમિકા હોવાનું જે તે વખતે ચર્ચાયું હતું. જોકે, ભારત કે પાકિસ્તાન બેમાંથી કોઈએ પણ ક્યારેય સજ્જન જિંદાલની ડિપ્લોમસીમાં ભૂમિકાને સત્તાવાર  સમર્થન આપ્યું નથી. 



Google NewsGoogle News