Get The App

પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકાવવા મામલે અકબરુદ્દીન ઓવૈસી સામે ફરિયાદ, લગાવાઈ ગંભીર કલમો

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકાવવા મામલે અકબરુદ્દીન ઓવૈસી સામે ફરિયાદ, લગાવાઈ ગંભીર કલમો 1 - image


Image Source: Twitter

- અકબરુદ્દીન ઓવૈસી પર 353, 153(a), 506, 505(2) અને આરપી એક્ટની ધારા 125 હેઠળ સંતોષનગર પોલીસે FIR નોંધી

નવી દિલ્હી, તા. 22 નવેમ્બર 2023, બુધવાર

Telangana Election 2023 : ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ફાયરબ્રાન્ડ નેતા અકબરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ ચૂંટણી પ્રચાર દરમિયાન એક પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકાવવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અસદુદ્દીન ઔવેસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી પર 353, 153(a), 506, 505(2) અને આરપી એક્ટની ધારા 125 હેઠળ સંતોષનગર પોલીસે FIR નોંધી છે. 

તેમણે મંગળવારે હૈદરાબાદના લલિતાબાગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ડ્યૂટી પર તૈનાત એક પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકી આપી હતી અને તેમને ત્યાંથી ચાલ્યા જવા માટે કહ્યું હતું. 

પોલીસ અધિકારીએ ફક્ત એટલી જ ભૂલ કરી હતી કે, તેમણે ઈશારો કરીને અકબરુદ્દીનને કહ્યું હતું કે ભાષણ આપવાનો સમય ખતમ થઇ રહ્યો છે. તેના પર હૈદરાબાદના સાંસદ ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી બગડ્યાં હતા અને તેમણે ધમકાવવાનું શરૂ કરી દીધું. 

જાણો કેટલી ગંભીર છે ધારા?

ધારા 353 હેઠળ કોઈ પણ લોક સેવક પર ડ્યૂટી દરમિયાન હુમલો અથવા ગુનાહિત બળનો પ્રયોગ કરવો દંડનીય છે. તે હેઠળ 2 વર્ષની સજા અને દંડ બંને છે. તે બિનજામીનપાત્ર હોય છે. 

બીજી તરફ સેક્શન 153A ધર્મ, જાતિ, જન્મ સ્થળ, નિવાસ, ભાષા વગેરના આધારે સદ્ભાવ બગાડવા મામલે લગાવવામાં આવે છે. તેના હેઠળ 3 વર્ષની કારાવાસ અને દંડની જોગવાઈ છે. 

અકબરુદ્દીન ઓવૈસીએ એક પોલીસ ઈન્સપેક્ટરને જાહેરમાં ધમકી આપી. પોલીસ ઈન્સપેક્ટરે ઓવૈસીને રાજ્યમાં લાગુ આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા કહ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે, તેમણે પોતાનું ભાષણ અટકાવવું જોઈએ કેમ કે આદર્શ આચાર સંહિતા હેઠળ નક્કી કરાયેલી સમયમર્યાદા તે વટાવી ગયા છે. તેના પર હૈદરાબાદમાં સભાને સંબોધતા ઓવૈસીએ પોલીસ અધિકારીને વેન્યૂથી જતાં રહેવા કહી દીધું હતું. 


Google NewsGoogle News