દિલ્હીના મુખ્ય સચિવે રૂ.315 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો દાવો, પુત્રની કંપનીને પહોંચાડ્યો ફાયદો

નરેશ કુમારે જમીન વળતર મામલે અનિયમિતતા આચરી હોવાનો AAP સરકારનો દાવો

કુમાર સામે થયેલી ફરિયાદ CM કેજરીવાલે વિજિલન્સ મંત્રી આતિશીને તપાસ કરવા માટે મોકલી

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
દિલ્હીના મુખ્ય સચિવે રૂ.315 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો દાવો, પુત્રની કંપનીને પહોંચાડ્યો ફાયદો 1 - image

નવી દિલ્હી, તા.10 નવેમ્બર-2023, શુક્રવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના મુખ્ય સચિવ નરેશ કુમાર (Chief Secretary Naresh Kumar) પર ભ્રષ્ટાચારા ઓરોપો લાગ્યા છે. તેમણે દ્વારકા એક્સપ્રેસમાં જમીન અધિગ્રહણમાં ગોલમાલ કરી પુત્રની કંપનીને 315 કરોડ રૂપિયાનો ફાયદો પોંચાડ્યો છે. કેજરીવાલને પણ આ અંગે ફરિયાદ કરાઈ છે, ત્યારબાદ મુખ્યમંત્રીએ વિજિલન્સ મંત્રી આતિશી (Atishi Marlena)ને તપાસ કરવા માટે ફરિયાદ મોકલી દીધી છે.

કેજરીવાલ અને નરેશ કુમાર વચ્ચે સતત વિવાદ

ઉલ્લેખનિય છે કે, IAS નરેશ કુમારે જ એક્સાઈઝ પોલિસી અને નિવાસસ્થાનના નવીનીકરણમાં કથિત અનિયમિતતાની પ્રાથમીક તપાસ કરી છે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ સરકાર અને કુમાર વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો છે. મુખ્ય સચિવ નરેશ કુમારે આ મહિને નિવૃત્ત થવાના છે અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે, તેમનો કાર્યકાળ વધારવામાં આવી શકે છે.

નરેશ કુમારે જમીન વળતર મામલે અનિયમિતતા આચરી હોવાનો દાવો

આમ આદમી પાર્ટીએ સરકારનો દાવો છે કે, નરેશ કુમારે દ્વારકા એક્સપ્રેસ-વે સંબંધિત જમીન વળતર મામલે સંબંધિત અનિયમિતતાઓ આચરી હોવામાં સામેલ છે. તે સમયના કેસમાં ડીએમ વિરુદ્ધ શિસ્તબદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને સીબીઆઈ તપાસ પણ ચાલી રહ્યું છે. હવે મુખ્ય સચિવ વિરુદ્ધ પણ તપાસ કરાવવા મુખ્યમંત્રીએ ફરિયાદને આગળ મોકલી દીધી છે.

નરેશ કુમાર 1987 બેંચના IAS અધિકારી

નરેશ કુમાર 1987 બેંચના આઈએએસ અધિકારી છે. નરેશ કુમાર 1987 બેચના એજીએમયૂટી (અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશ) કેડરના અધિકારી છે. અગાઉ તેઓ અરૂણાચલ પ્રદેશના મુખ્ય સચિવ હતા. કુમારે ગત વર્ષે એપ્રિલમાં વિજય દેવના સ્થાને દિલ્હીના મુખ્ય સચિવની જગ્યા લીધી હતી. નરેશ કુમાર નવી દિલ્હી નગરપાલિકા પરિષદમાં ચેરમેન પણ રહેલા છે.


Google NewsGoogle News