EPFO: કંપની પીએફના પૈસા તમારા એકાઉન્ટમાં જમા નથી કરી રહી? જાણો ક્યાં કરશો ફરિયાદ

તમારે સમયાંતરે પીએફ એકાઉન્ટ ચેક કરવું જોઈએ

ઓનલાઈન ફરિયાદ માટે સૌથી પહેલા EPFIGMSની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
EPFO: કંપની પીએફના પૈસા તમારા એકાઉન્ટમાં જમા નથી કરી રહી? જાણો ક્યાં કરશો ફરિયાદ 1 - image
Image Twitter 

EPFO Contribution : કર્મચારીઓ દર મહિને તેમના પગારમાંથી અમુક ફિક્સ રકમ પીએફ એકાઉન્ટમાં આપતાં હોય છે. અને તેમાં જેટલી રકમનું કર્મચારીનું યોગદાન હોય છે તેટલી રકમનું કંપનીનું યોગદાન હોય છે. તમારે સમયાંતરે પીએફ એકાઉન્ટ ચેક કરવું જોઈએ કે કંપનીએ તેનું યોગદાન તેના ખાતામાં જમા કરાવ્યું છે કે નહીં? જો કંપની દ્વારા આ રકમ જમા કરવામાં ન આવી હોય તો તેની સામે ફરિયાદ કરી શકો છો.

તમારે સમયાંતરે પીએફ એકાઉન્ટ ચેક કરવું જોઈએ

જો તમે કોઈ કંપનીમાં જોબ કરો છો અને રેગ્યુલર રીતે તમારા પગારમાંથી EPFO માં યોગદાન આપો છો, તો તમારે ઈપીએફ એકાઉન્ટનું સ્ટેટસ ચેક કરવું જરુરી છે. કેટલીકવાર એવું પણ બનતું હોય છે કે, તમે જેટલું યોગદાન કરો છો, તેટલી રકમ કંપની ઈપીએફઓમાં જમા નથી કરાવતી. 

ઓનલાઈન/ઓફલાઈન ફરિયાદ કરી શકો છો

તમને જ્યારે ખ્યાલ આવે કે કંપની દ્વારા ઈપીએફ એકાઉન્ટમાં યોગદાન નથી કરી રહી તો તમે તેના વિશે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ને ફરિયાદ કરી શકો છો. અહીં તમે ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. તેના માટે તમારે સૌથી પહેલા EPFIGMSની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે. આ સિવાય તમે પીએફ અધિકારીને લેખિત ફરિયાદ પણ કરી શકો છો. 

કેવી રીતે કરશો ફરિયાદ

  • સૌથી પહેલા તમારે EPFOની  અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે. અહીં તમારે તમારા યુનિવર્સ એકાઉન્ટ નંબર (UAN) દ્વારા તમારા એકાઉન્ટનું લોગ ઇન કરવાનું રહેશે.
  • એ પછી તમારે Get Details પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે તમારે અહીં UAN સાથે જોડાયેલી તમામ માહિતી જોવા મળશે.
  • ત્યાર બાદ હવે તમારે Get OTP પર ક્લિક કરવાનું રહેશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
  • OTP દાખલ કર્યા પછી તમારે OK પર ક્લિક કરવાનું રહેશે. તે પછી તમને તમારું નામ, લિંગ, મોબાઈલ નંબર જેવી અન્ય માહિતી દાખલ કરવાની રહેશે.
  • તે પછી  તમારે માગ્યા મુજબના તમારા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • તમારી ફરિયાદ દાખલ થઈ જાય તે પછી તમને એક મેસેજ મળશે.

Google NewsGoogle News