કંપની નોકરીથી છૂટા કરી દે તો કેટલું વેતન આપવું જરૂરી? જાણો શું છે નિયમ

કોઈ પણ પ્રાઈવેટ કંપની(Private company) પાસે તેને ત્યાં કામ કરતા કર્મચારીને નોકરીમાંથી કાઢવાનો અધિકાર છે

કંપની તેને જોબમાંથી નીકાળે છે તો Gratuity Act 1972 મુજબ કર્મચારીને ગ્રેજ્યુઈટી મળે છે.

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
કંપની નોકરીથી છૂટા કરી દે તો કેટલું વેતન આપવું જરૂરી? જાણો શું છે નિયમ 1 - image
Image Freepic

તા. 7 ઓક્ટોબર 2023, શુક્રવાર 

જ્યારે પણ કોઈ કંપની (company) તેના કર્મચારી (employees) ને નોકરી (Job) માંથી કાઢી મુકે છે, તો સામાન્ય રીતે કંપની (company) કર્મચારીની છટણીમાં પગાર કે અન્ય લાભ આપે છે. પરંતુ હવે સવાલ એ છે કે નોકરીમાંથી કાઢતી વખતે કંપની જે પૈસા આપે છે તે કેટલા હોવા જોઈએ. વ્યક્તિના મહીનાના પગાર જેટલો કે પછી બેસિક પગાર (Basic Pay) જેટલો મળે છે. ભારત સરકારના લેબર લૉ આ મામલે શું કરી શકે છે, સાથે સાથે કર્મચારીઓ પાસે શું અધિકાર છે, જો કંપની નિયમોને ફોલો નથી કરતી તો શું? આજ આ સ્ટોરીમાં તેના વિશે વાત કરીએ.

શું કહે છે કાયદો..

કોઈ પણ પ્રાઈવેટ કંપની (Private company) પાસે તેને ત્યાં કામ કરતાં કર્મચારીને નોકરીમાંથી કાઢવાનો અધિકાર છે, તેના માટે કંપનીને માત્ર ઈન્ડિયન લૉ નું પાલન કરવું પડે છે. જો કોઈ કર્મચારી સતત 5 વર્ષથી કામ કરી રહ્યો છે અને કંપની તેને જોબમાંથી નીકાળે છે તો Gratuity Act 1972 મુજબ કર્મચારીને ગ્રેજ્યુઈટી મળે છે. આ સાથે તેણે જેટલા દિવસ કામ કર્યુ હોય તેટલા દિવસનો પુરો પગાર પણ મળે છે. આ નિયમ તાજેતરમાં જોડાયેલા કર્મચારીઓેને પણ લાગુ પડે છે. દરેક કંપનીના નોટિસ પીરિયડનો નિયમ પણ અલગ અલગ હોય છે. જો તમે નોકરી છોડો છો તો તમારે રિઝાઈન કર્યો પછી નોટીસ પીરિયડ પુરો કરવો પડે છે. 

જેમા કંપની તમને કાઢે છે તો નોટીસ પીરિયડના સમયગાળા દરમ્યાન તમને બેસિક પગાર આપે છે. જો કે નિયમ તો 30થી 90 દિવસ વચ્ચેનો હોય છે, પરંતુ કંપનીઓ પોતાના હિસાબે બદલી શકે છે.  

કંપની નોકરીથી છૂટા કરી દે તો કેટલું વેતન આપવું જરૂરી? જાણો શું છે નિયમ 2 - image

રજાઓના બદલામાં કપંનીઓ શું કરે છે....

જો કોઈ કર્મચારીને ટર્મિનેટ કરવામાં આવ્યો હોય અને તે લીવ હોય હોય તો તેને લીવ ઈનકેશમેન્ટ પણ કરવુ પડે છે. આ રજાઓના બદલામાં કંપની દ્વારા પે આપવામાં આવે છે. આ સાથે જો તમારે પીએફ નિકાળવા સંબંધિત કોઈ મદદની જરુર હોય તો કંપની તે કામમાં તમને મદદ કરે છે. આ નિયમ પ્રમાણે કરવુ પડે છે. એક એવું પણ છે કે, જ્યારે તમે કંપનીમાં જોઈન થાવ છો ત્યારે કંપની તમને એક કોન્ટ્રાક્ટ સાઈન કરાવે છે,જેમા તમારી પાસે કેટલાક વિષયો પર સહમતિ લેતી હોય છે. અને જો તમે આ દસ્તાવેજ સાઈન કરી લો છો, તો કંપની તમારી સાથે કોન્ટ્રાક્ટ પ્રમાણે જ વ્યવહાર કરશે. 


Google NewsGoogle News